DRIની ટીમનો સપાટો, મુંદ્રા બંદરેથી ઝડપી પાડ્યું કરોડોનું રક્તચંદન
કચ્છ: મુંદ્રા બંદરે ફરી એકવાર DRIની ટીમે સપાટો બોલાવ્યો છે. મુન્દ્રા બંદરે ટોયલેટરીઝના નામે જતું 11.70 કરોડનું 14.63 ટન રક્તચંદન DRIએ તપાસ દરમિયાન ઝડપી પાડ્યું છે.
કચ્છ: મુંદ્રા બંદરે ફરી એકવાર DRIની ટીમે સપાટો બોલાવ્યો છે. મુન્દ્રા બંદરે ટોયલેટરીઝના નામે જતું 11.70 કરોડનું 14.63 ટન રક્તચંદન DRIએ તપાસ દરમિયાન ઝડપી પાડ્યું છે. DRIને મળેલા ઈનપુટના આધારે દુબઈના શાહજહાં પોર્ટ એક્સપોર્ટ થવા આવેલા કન્ટેનરને સ્કેન કરવામાં આવ્યું હતું. કન્ટેનરને સ્કેન કરતા કન્ટેનરમાં વિવિધ પ્રકારની ટોયરેટરીઝનો સામાન હોવાનું ડિક્લેર કરાયું હતું. ડીઆરઆઈની ટીમે કન્ટેનરને ખોલીને તપાસ આદરી હતી. કન્ટેનરની તપાસમાં લાલ રંગના 840 વુડન લોગ મળી આવ્યા હતા. ત્યાર બાદ ફોરેસ્ટ ઓફિસરને બોલાવીને તેની ખરાઈ કરતા તે રક્તચંદન જ હોવાનું સ્પષ્ટ થયું હતું. જેમાંથી 11.70 કરોડનુ 14.63 ટન રક્તચંદન મળી આવ્યું છે.
રાજ્યનો સૌથી પહોળો સિક્સલેન રોડ સૌરાષ્ટ્રના આ શહેરમાં બનશે, 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે
રાજકોટ: રંગીલુ રાજકોટ ફરી એકવાર ચર્ચામાં છે. હકિકતમાં વાત એમ છે કે, રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો સિક્સલેન રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર રાજ્યનો સૌથી પહોળો રોડ બનાવવામાં આવશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 કિલોમીટર લાંબાને 45 મીટર પહોળા રોડ બનાવવા માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી રોડ બનશે.
પહેલા 80 લાખનું ટેન્ડર અને બાદમાં 25 લાખનું, MS યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ
Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી ખાતે છેલ્લા છ મહિનાથી 100થી વધુ એસી બંધ હાલતમાં પડ્યા છે. એ.સી મેન્ટેનન્સના 5 વર્ષના 80 લાખના કોન્ટ્રાકટની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. જો કે 80 લાખના કોન્ટ્રાક્ટની રકમ યુનિવર્સિટીને વધારે લાગતા ટેન્ડર પ્રક્રિયા અટકાવી દેવાઇ. આ અંગે સેનેટ મેમ્બર દ્વારા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કેમકે યુનિવર્સિટીએ નવું ટેન્ડર 80 લાખની જગ્યાએ 25 લાખમાં બહાર પાડવાનું નક્કી કર્યું છે.
હંસા મહેતા લાઈબ્રેરીના એસી ઠપ્પ
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 13 ફેકલ્ટી આવેલી છે, જેમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા સહિતની તૈયારીઓ માટે લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા માટે બેસવાની વ્યવસ્થા છે. હંસા મહેતા લાઇબ્રેરીમાં બે હજારથી વધુ વિદ્યાર્થી એક સાથે વાંચન અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા છે જોકે કોરોના સંક્રમણ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં એસી વગર ગરમી સહન કરી અભ્યાસ કરવો પડે છે.