શોધખોળ કરો

Neeta Chaudhary: ભાગેડૂ લેડી કૉન્સ્ટેબલ નીતા ચૌધરી લીમડીથી ઝડપાઇ, બૂટલેગરની સાસરીમાંથી ATSએ પકડી

Neeta Chaudhary Arrested: સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને ગુજરાત ATS ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં નીતા ચૌધરી રોકાઈ હતી

Neeta Chaudhary Arrested: સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને ગુજરાત ATS ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં નીતા ચૌધરી રોકાઈ હતી. આરોપી બૂટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી. ગુજરાત ATS નીતા ચૌધરી ધરપકડ કરી ATS કચેરી લાવવામાં આવી હતી.

મોટુ અપડેટ સામે આવ્યુ છે કે, હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે, ગુજરાત ATSએ સસ્પેન્ડેડ નીતા ચૌધરીને લીમડીમાં બૂટલેગરની સાસરીમાં છૂપાઈ હતી જ્યાંથી તેને પકડી પાડી છે. હવે નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપાશે. અન્ય બે બૂટલેગરો સાથે પણ નીતા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. ATS દ્વારા નીતાનો ફોન તપાસવામાં આવતા નીતા વકીલ અને બૂટલેગર સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે, હાલ નીતાને પૂર્વ કચ્છ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જામીન પર રહેલી નીતા ચૌધરીના જામીન રદ્દ થતા લાપતા થઇ હતી. ભચાઉ સેસન્સ કોર્ટે જામીન ના મંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈ તે લાપતા થઈ હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરીને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા હતા. LCB, SOG, ભચાઉ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ હતી.

CID ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કૉન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને  પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી નેતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી અને તેમને પકડવા ટીમો બનાવવામાં આવી હતી.

મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી સાથે 16 થી વધુ ગુના નોંધાયેલા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. બુટલેગરની થારમાંથી 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ થાર ગાડી કે જેના દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget