શોધખોળ કરો

Gujarat Rain: એક અઠવાડિયું ભારે વરસાદ, એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં આકાશી આફતનો ખતરોઃ હવામન વિભાગનું એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થયો છે, લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી ઠેક-ઠેકાણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

Gujarat Weather Forecast: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ફરી એકવાર કહેર વર્તાવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતથી લઇને અમદાવાદ-ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી એક અઠવાડિયુ ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને ત્રણ કલાક માટે ક્યાં ક્યા વરસાદ પડશે તેની ચેતવણી આપી છે.

રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થયો છે, લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી ઠેક-ઠેકાણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયુ ધોધમાર વરસાદ વરસશે, એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં એલર્ટ અપાયુ છે. આજે રાજ્યમાં સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 67 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16 ઓગસ્ટથી પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 18 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે. પરંતું 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના છે. 

બંગાળની ખાડીમાં સર્જાયેલી ખાડીના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો હાલ ગાઢ વાદળોથી ઘેરાયેલા છે. અમદાવાદમાં ગત રાતથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી અમદાવાદમાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હતી. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે સારો વરસાદ વરસી રહ્યો છે. સિસ્ટમ આગળની તરફ  ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા હજુ પણ ગુજરાતમાં આગળના દિવસોમાં વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સારો વરસાદ વરસશે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદનું જોર ધીમે ધીમે વધશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 19થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદનું અનુમાન છે. આ ત્રણ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદનું અનુમાન પણ છે. ત્યારબાદ 23થી 25 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. હવામાનના કેટલાક મોડલ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા પણ બતાવી રહ્યાં છે. આ સિસ્ટમ બાદ એક બીજી સિસ્ટમ પણ જનરેટ થઇ રહી છે. જેથી ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી લગભગ સારો વરસાદ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget