શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પોલીસ માટે ખરાબ સમાચાર, રાજ્ય સરકારે લીધો શું મોટો નિર્ણય ? પોલીસને શું થશે અસર ?
ગુજરાત સરકારે જણાવ્યું છે કે, અનલોક-1નું પાલન કરાવવા માટે રાજ્યના પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓનું હોવું જરૂરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ માટે માઠા સમાચાર છે. ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓને આગામી સમયમાં ઇમરજન્સી સિવાય રજા ન આપવાનો નિર્ણય લેતાં લોકડાઉનના સમયથી સતત ડ્યુટી બજાવતા પોલીસોને હજુય રાહત નહીં મળે. લોકડાઉનની જાહેરાત થઈ ત્યારથી સતત ફરજ બજાવતા પોલીસોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર આ નિર્ણયના કારણે ખરાબ અસર પડશે.
ગુજરાત સરકારે જણાવ્યું છે કે, અનલોક-1નું પાલન કરાવવા માટે રાજ્યના પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓનું હોવું જરૂરી છે અને પ્રજાના હિતમાં પણ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તબીબી કારણો સહિતનાં અનિવાર્ય સંજોગો સિવાય રજાની માગણી નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે કે, મેડિકલ કારણો સિવાય બિનજરૂરી રજાઓ મંજૂર નહીં કરવી. રાજ્યમાં કોવિડ 19ની અસરને નિયંત્રિત રાખવા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની જરૂરિયાતના સંજોગોમાં જ રજાઓ મંજૂર કરવા આદેશ અપાયા છે. ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડીને પોલીસ વિભાગને આદેશ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement