(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha : વડગામના તેનીવાડા ગામે મકાન ધરાશાયી, યુવતીનું મોત
વડગામ તાલુકાના તેનીવાડા ગામે મકાન ધરાશાયી થતાં યુવતીનું મોત થયું છે. જ્યારે 1 ગંભીર છે. ઘાયલ યુવતીને ધાર હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવી છે. વડગામ પંથકમા ભારે વરસાદને પગલે મકાન ધરાશાઈ થયું છે.
બનાસકાંઠાઃ વડગામ તાલુકાના તેનીવાડા ગામે મકાન ધરાશાયી થતાં યુવતીનું મોત થયું છે. જ્યારે 1 ગંભીર છે. ઘાયલ યુવતીને ધાર હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવી છે. વડગામ પંથકમા ભારે વરસાદને પગલે મકાન ધરાશાઈ થયું છે. મકાનમા રહેલા અન્ય 4 લોકોનો આબાદ બચાવ થયો છે. બનાસકાંઠામાં વરસાદથી નુકશાન થયું છે.
Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ
બનાસકાંઠાઃ ડીસાના સોયલા ગામમાં ભારે વરસાદની તબાહી. સોયલામાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં સ્થળાંતર કરતી વેળાએ મહિલા પાણીમાં ડૂબી. ગઈકાલે ડૂબી ગયેલી મહિલાની શોધખોળ હાથ ધરી છે. એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્રએ શોધખોળ હાથ ધરી છે. ભારે વરસાદના કારણે ગામમાં નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી જતા બનાવ બન્યો છે.
Ahmedabad : આ છેવાડાનું ગામ બન્યું સંપર્ક વિહોણું, લોકોની અવર-જવર માટે મુકાયું ટ્રેક્ટર
અમદાવાદઃ અમદાવાદ જિલ્લાનું છેલ્લું ગામ કાચરોલ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગાના સરપંચ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ગામમાં આલવા જવા માટે ટ્રેક્ટર મુકવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ રોડ, નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ, નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી - વડલાપુર રોડ, કંસારી – શેસુરા રોડ, ગુગળ એપ્રોચ રોડ, પેપરાળ - ગણતા રોડ, લાખણી, ગોઢ થી છત્રાલા રોડ.
સુરતના પર્વત ગામમાં ખાડીના પાણી ભરાયા છે. સરસ્વતી સ્કૂલ પાસે પાણી ભરાયા છે. પર્વત ગામ અને ગોડાદરા જવાનો રસ્તો બંધ. સ્કૂલમાં પાણી ભરાતા આજે રજા અપાઈ. નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા છે. દુકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠામાં દાંતીવાડાથી પાંથાવાડા જતા હાઇવે ઉપર ફરી વળ્યા પાણી. ભારે વરસાદને લઈને હાઇવે ઉપર નદીઓ વહેતી થઈ. દાંતીવાડા થી પાંથાવાડા ના 30 ગામોને જોડતા રસ્તા ઉપર પાણી જ પાણી. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દાંતીવાડા પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે.