શોધખોળ કરો

Banaskantha: બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા, બાયપાસનું કામ શરૂ કરવા માંગ

Banaskantha: પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે

Banaskantha:બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. પાલનપુર શહેરના તમામ સર્કલો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. ઓફિસ સમયે ટ્રાફિકજામથી કર્મચારીઓ હેરાન થઇ રહ્યા છે. પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરની ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી.

એરોમા સર્કલ, આરટીઓ સર્કલ, ગઠાંમણ સર્કલ, હનુમાન ટેકરી, આ તમામ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વાહનચાલકો રાહદારીઓ શહેરીજનો અને નાગરિકોને સતાવી રહી છે. ઇમરજન્સીના સમયે, શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલના સમયે અને ઓફિસના સમયે કર્મચારીઓઓને ટ્રાફિકજામથી હેરાન થવાનો વારો આવે છે. કારણ કે જે ભારે વાહનો પાલનપુર હાઇવે પરથી પસાર થાય છે અને આ ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. ત્યારે અનેક મુશ્કેલીઓ ભોગવતા પ્રજાજનોની હવે એક જ વાત છે કે જલ્દીથી બાયપાસનું કામ થવું જોઈએ જેથી ટ્રાફિક સમસ્યા માંથી છૂટકારો મળે.

પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરની ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી. અમદાવાદથી રાજસ્થાન જતા મોટા અને ભારે વાહનો અને કચ્છ અને મુન્દ્રાથી રાજસ્થાન અને અમદાવાદ જતા ભારે વાહનોને કારણે પાલનપુરના ચાર સર્કલ પર ટ્રાફિક જામ થાય છે. જે કલાકો સુધી ટ્રાફિક રહેવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી હવે બાયપાસ એ જ ટ્રાફિક સમસ્યાનો એક માત્ર વિકલ્પ છે.

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે ત્યારે અનેક મુશ્કેલીઓ ભોગવતા પ્રજાજનોની હવે એક જ વાત છે કે જલ્દીથી બાયપાસનું કામ શરૂ થવું જોઈએ જેથી ટ્રાફિક સમસ્યામાંથી છૂટકારો મળી રહે.     

અમદાવાદ કોર્પોરેશનના કેમેરાથી ઇ-મેમો જનરેટ કરાશે.  

હવે અમદાવાદ કોર્પોરેશનના કેમેરાથી ઈ-મેમો જનરેટ થશે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈશ્યૂ કરવામાં આવતા ઈ-ચલણના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરવા AMCએ ટેન્ડર બહાર પાડ્યું છે. રેડ લાઈટ જમ્પ કરવી, હેલમેટ કે સીટ બેલ્ટ ન બાંધવો, બીઆરટીએસ લેનમાં ઘૂસી જવા સહિત ટ્રાફિકના જુદા જુદા 11 ગુના પકડવા હાલના કેમેરામાં નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ થશે અને તેના પરથી ઈ-મેમો જનરેટ કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget