Banaskantha: ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું માત્ર 36 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન
બનાસકાંઠા: હાલમાં નાની ઉંમરે એટેક આવવાના બનાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કાંકરેજના શિરવાડાના નવા ગામના વતની ગૌતમ જોશીનું હદયરોગના હુમલાથી નિધન થયું છે.
બનાસકાંઠા: હાલમાં નાની ઉંમરે એટેક આવવાના બનાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કાંકરેજના શિરવાડાના નવા ગામના વતની ગૌતમ જોશીનું હદયરોગના હુમલાથી નિધન થયું છે. 36 વર્ષીય કાંકરેજ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ જોશીનું નિધન થતાં શોકનો માહોલ છવાયો છે. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખના નિધનના સમાચારથી કોંગ્રેસ અને પરિવારમાં દુઃખની લાગણી છવાઈ છે. સતત વધતા જતા નાની વયે હૃદય રોગના હુમલાને લઈને સમાજમાં ચિંતા પ્રસરી છે.
લગ્નના 5 મહિનામાં જ પરિણીતાએ કર્યો આપઘાત
અમદાવાદમાં 4 દિવસમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીના આપઘાતની બીજી ઘટના સામે આવી છે. લગ્નના 5 મહિના બાદ માધવપુરા વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પતિ દ્વારા દહેજની માંગ કરીને મારઝૂડ કરવામાં આવતી હતી.. પોલીસે મહિલાના પતિ સામે ફરિયાદ નોંધી હતી.
ચાર દિવસ પહેલા દાણીલીમડામાં પણ પરણિતાએ પતિના ત્રાસથી કર્યો હતો આપઘાત
દાણીલીમડા વિસ્તારમાં મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, લગ્નના પાંચ મહિનામાં મહિલાએ સાસરીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. દાણીલીમડા પોલીસે પતિ અને માતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરીએ યુવક સાથે પાંચ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, લગ્નના પંદર દિવસ પછી પતિ તેમની દિકરી ઉપર શંકા વહેમ રાખીને તકરાર કરતો હતો. સાસુ પણ પતિને સાથ આપીને ફરિયાદીની દિકરીને ઘર બહાર જવા દેતી ન હતી.
એટલું જ નહી શંકાશીલ પતિ અવાર નવાર મોબાઇલ ચેક કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો. યુવતીએ તેના માતા પિતાને એક સમયે છૂટાછેડા લેવાની પણ વાત કરી હતી. પરંતુ સંસાર બગડે નહી તેથી ફરિયાદી પોતાના દિકરીને સમજાવતા હતા, પંદર દિવસ પહેલા દિકરીએ ફોન કરીને માતાને કહ્યું કે પતિએ તકરાર કરીને તેમની દિકરીને પલંગ પરથી ફેંકી દીધી હતી જેથી તેમના ઘરે લાવીને દવા કરાવી હતી. આમ સાસરિયાનો ત્રાસ સહન ન થતાં તા. 20ના રોજ કંટાળીને ફરિયાદીની દિકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો.
ઇસનપુરમાં મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે તકરાર થઇ હતી જેમાં મકાન માલિક મહિલા ટેક્ષ બીલ લેવા માટે ગયા હતા. આ સમયે બન્ને વચ્ચે તકરાર થતા મહિલા સાથે મારા મારી કરીને શારિરીક છેડછાડ કરીને છેડતી કરતા મહિલાના કપડાં ફાટી ગયા હતા બાદમાં ભાડુઆતે મકાન ખાલી કરાવવું હોય તો પૈસા આપવા પડશે કહીને ધમકી આપી હોવાનો મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.