(Source: ECI/ABP News/ABP Majha)
Tharad : મોડી રાત્રે માતા-પુત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કરી દીધો ઇનકાર
13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા થતા ગામલોકોમાં પણ ઉગ્ર રોષ છે. હત્યા કોણે કરી અને હત્યારા કોણ હતા એ બાબતે પોલીસની સધન તપાસ ચાલુ છે. હત્યારા ન પકડાય તો લાશ ન સ્વીકારવાનો પરિવારે નિર્ણય લીધો છે.
બનાસકાંઠાઃ થરાદના મેઢાળા ગામમાં 35 વર્ષીય પરિણીતા અને તેના 13 વર્ષીય દીકરાની હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં રહેતા માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. ત્યારે મૃતક યુવતીના પિયરપક્ષે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
થરાદ પોલીસે ડોગ સ્ક્વોડ,એફએસએલ સાથે તપાસ શરૂ કરી છે. મૃતકની બન્ને લાશને પી એમ અર્થે થરાદ રેફરલ લાવવમાં આવી છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા થતા ગામલોકોમાં પણ ઉગ્ર રોષ છે. હત્યા કોણે કરી અને હત્યારા કોણ હતા એ બાબતે પોલીસની સધન તપાસ ચાલુ છે. હત્યારા ન પકડાય તો લાશ ન સ્વીકારવાનો પરિવારે નિર્ણય લીધો છે.
માતા-પુત્રની હત્યાનું કારણ અકબંધ છે. સીતાબેન પટેલ (ઉં.વ.35) અને પરેશ પટેલ (ઉં.વ.13)ની અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે. મૃતક યુવતીને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો તેના મામા સાથે રહે છે.
Banakantha : પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપલની યુવતી સાથેની અંગતપળોની તસવીરો થઈ ગઈ વાયરલ ને પછી તો....
પાલનપુરઃ જિલ્લાની એક પ્રાથમિક શાળાના પ્રિન્સિપલની યુવતી સાથેની અશ્લીલ તસવીરો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. તસવીરો વાયરલ થતાં શિક્ષણ વિભાગે પ્રિન્સિપલને સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે અશ્લીલ ફોટો વાયરલ થયેલા આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા.
ગઈ કાલે સ્કૂલના આચાર્યની યુવતી સાથેની અશ્લીલ તસવીરો વાયરલ થતાં આ મામલો ટોક ઓ ધ ટાઉન બન્યો હતો. બીજી તરફ આ અશ્લીલ તસવીરોને પગલે શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો હતો. શિક્ષણ વિભાગના ધ્યાન આ વાત આવતાં તપાસ કરી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, સવારથી જ સોશિયલ મીડિયામાં ફોટા મળ્યા એની અમે ખરાઇ તાલુકા શિક્ષણ અધિકારી મારફતે કરાવતા વામી પ્રાથમિક શાળાના આચાર્યના ફોટા હોવાનું સામે આવ્યું હતું. ફોટા જોતા અમે તપાસની કામગીરી શરૂ કરેલ છે. સાથે જ અમે તાત્કાલિક અસરથી આ શિક્ષકને ફરજ મોકૂફ કરીએ છીએ.