શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠામાં ભારે વાવાઝોડામાં એક બાળકનું મોત, કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન
બનાસકાંઠામાં આવેલ વાવાઝોડાને કારણે એક બાળકનું મોત પણ થયું છે. ભાભરના સનેસડા ગામમાં આ ઘટના બની છે.
અમદાવાદઃ કોરોના વાયરસના કહેરના કારણે જગતનો તાત ખેડૂત પહેલા જ પાકના ભાવના મળવાના કારણે ચિંતાતુર છે ત્યારે વધુ એક આફત તેના માથે આવી છે. બનાસકાંઠા અને પાટણમાં જિલ્લામાં વીજળીના કડાકા, ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠાના વાવ, થરાદ, લાખણી, દિયોદર, સુઇગામ, ડીસા,અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવ ,સુઇગામમાં કરા સાથે કમોસમી માવઠું પડ્યું છે. વીજળીના કડાકા, ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.
બનાસકાંઠામાં આવેલ વાવાઝોડાને કારણે એક બાળકનું મોત પણ થયું છે. ભાભરના સનેસડા ગામમાં આ ઘટના બની છે. મોડી રાતેં આવેલ કુદરતી આફત ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે ઘર ની ઉડતા 7 વર્ષના બાળકનું મોત થયું છે. ઘરમાં બેઠેલા બાળક પર ભારે પવનને કારણે માથે મકાનની કુંભી પડી હતી અને તેનું મોત થયું.
ભારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ ઝાડ અને વીજ પોલ ધરાશાઈની ઘટના બની છે. અનેક ગામડાઓમાં ઘરોને નુકસાન પણ પહોંચ્યું છે. માવઠાના કારણે ખેડૂતોને બાજરી, જુવાર સહિતનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion