શોધખોળ કરો

બનાસની ‘ડ્રૉન દીદી’: આશાબેન ચૌધરીએ 6 મહિનામાં ડ્રૉનથી દવાનો છંટકાવ કરી 1 લાખની કમાણી કરી, મહિલાઓ માટે પ્રેરણારૂપ

ગાંધીનગર, 30 જુલાઇ: ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે

ગાંધીનગર, 30 જુલાઇ: ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. જેના પરિણામસ્વરૂપે આજે ગામડાની મહિલાઓ દેશભરની અન્ય મહિલાઓ માટે પ્રેરણાના અનોખા દૃષ્ટાંત બન્યા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બનાસની ડ્રૉન દીદી આશાબેન ચૌધરીની, જે ગામડામાં રહીને તેમના સપના સાકાર કરી રહી છે. 

બનાસની ડ્રૉન દીદી - 
મહિલાઓના સશક્તિકરણ માટે સતત પ્રયત્નીશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ડ્રૉનના ઉપયોગથી મહિલાઓને આર્થિક રીતે અગ્રેસર કરવા માટે વર્ષ 2023થી ‘નમો ડ્રૉન દીદી યોજના’ અમલમાં મુકી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રૉન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરતા શીખવવાનો છે. ડ્રૉન દીદી યોજના માટે 10 થી 15 ગામોની સ્વસહાય જૂથની મહિલાઓને એકસાથે તાલીમ આપવામાં આવે છે, જેમાં ડ્રૉન ચલાવવા માટેની 15 દિવસની તાલીમ પણ સામેલ છે. ગુજરાતમાં આવા જ એક ડ્રૉન દીદી છે – આશાબેન ચૌધરી. 

બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી 31 વર્ષીય આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારથી સંબંધ ધરાવે છે. તેમણે મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે ડ્રૉન દીદી કાર્યક્રમ અંતર્ગત તાલીમ મેળવીને આસપાસના વિસ્તારમાં ડ્રૉનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને આવક મેળવી રહ્યાં છે.

પહેલા ઇન્ટરવ્યૂ, પછી પૂણેમાં પરીક્ષા પાસ કરી 
ડ્રૉન ઉડાન ક્ષેત્રમાં સામેલ થવા અંગે આશાબેન જણાવે છે, “મને ડ્રૉન વિશે કંઇ ખબર ન હતી પણ સખીમંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં હું સામેલ રહેતી એટલે મને ડ્રૉન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી. તે કાર્યક્રમ અંતર્ગત 2023માં મેં પૂણેમાં 15 દિવસની તાલીમ લીધી હતી. તે પહેલા ઇફ્કોમાં અમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂણેમાં મેં પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ડ્રૉનના ઉડ્ડયન તેમજ ડીજીસીએના નિયમો અંગેના પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા હતા. ત્યાંથી તાલીમ લીધા બાદ મેં બનાસકાંઠામાં ડ્રૉનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું અને અત્યારે મારી પાસે કામ ખૂટતું જ નથી. ”

ડ્રૉનને ફિલ્ડમાં લઇ જવા ઇ વ્હિકલ અને વીજળી માટે જનરેટર સેટ - 
આશાબેનને મિડિયમ સાઇઝનું ડ્રૉન, તેને ફિલ્ડમાં લઇ જવા માટે ઇ વ્હિકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વિજળીનો સપ્લાય ના મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે. આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, માત્ર 6 મહિનામાં જ તેમને આ કામ દ્વારા એક લાખથી વધુની આવક થઇ છે. 

સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં ડ્રૉનથી છંટકાવ - 
ડ્રૉનની મદદથી જંતુનાશક દવાઓના છંટકાવ અંગેના ફાયદા વિશે આશાબેન જણાવે છે, “ડ્રૉનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બન્નેની બચત થાય છે. તેમાં દવા અને પાણી બન્નેનું પ્રમાણ ઓછું રહે છે, પણ છંટકાવ યોગ્ય થાય છે. સાત મિનિટની અંદર ડ્રૉન એક એકર વિસ્તારમાં છંટકાવ કરી શકે છે. વરિયાળી જેવા ઊંચા પાકોમાં ડ્રોનથી છંટકાવ એ ખૂબ જ સુલભ વિકલ્પ છે. ડ્રૉનથી છંટકાવ કરાવ્યો હોય તેવા ખેડૂતોની આઇ ખેડૂત પર નોંધણી કરાવીએ છીએ જેથી તેમને રાજ્ય સરકાર તરફથી વળતર પણ મળે છે.”

“હવે અમદાવાદ અને સુરેન્દ્રનગરથી પણ ઓર્ડર આવે છે”  
આશાબેનના જણાવ્યા અનુસાર ડ્રૉનને ઓપરેટ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. તેઓ ખેતરનો નક્શો ડ્રૉનમાં ફીડ કરે છે અને કમ્પાસ કેલિબ્રેશન કરીને ડ્રૉનને નિર્ધારિત વિસ્તારમાં ઓપરેટ કરે છે. તેમની આ કામગીરીથી આસપાસના ખેડૂતોમાં તેમની પ્રસિદ્ધિ દિવસે ને દિવસે વધી રહી છે અને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે હર્ષભેર જણાવ્યું, “મને તો હવે સુરેન્દ્રનગર અને અમદાવાદથી પણ સતત કૉલ આવી રહ્યા છે.  આ કામ કરવામાં મને ખુબ આનંદ આવી રહ્યો છે અને આસપાસના લોકો બાળકીઓને મારું ઉદાહરણ આપે છે.”

બનાસની ‘ડ્રૉન દીદી’: આશાબેન ચૌધરીએ 6 મહિનામાં ડ્રૉનથી દવાનો  છંટકાવ કરી 1 લાખની કમાણી કરી, મહિલાઓ માટે પ્રેરણારૂપ

“માત્ર સરકારી નોકરીથી જ સફળ નથી થવાતું, મહિલાઓ સક્રિય ભાગીદાર બને”
આશાબેન આશાપુરી સખીમંડળ ચલાવે છે અને સાથોસાથ અન્ય ઘણા સખીમંડળોના માધ્યમથી આસપાસની મહિલાઓને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. તેઓ બે બાળકીઓના માતા છે અને તેમના પરિવાર તરફથી પણ તેમને આ કામગીરી માટે પૂરતો સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજ્યની અન્ય મહિલાઓને પ્રેરિત કરતા તેમણે કહ્યું કે, “માત્ર સરકારી નોકરી હોય તો જ સફળ થવાય એ જરૂરી નથી. સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે અને ઘણા નવા ક્ષેત્રો ખુલ્યા છે. હું મહિલાઓને કહીશ કે તેઓ સક્રિય રીતે આ યોજનાઓમાં ભાગીદાર બને. હું કામ પણ કરું છું અને મારા પરિવારને સારી રીતે સમય પણ આપી શકું છું.”

ગુજરાતમાં 58 મહિલાઓને તાલીમ મળી
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં  પ્રારંભિક ધોરણે અંદાજીત 500થી 1000 ડ્રૉન સ્વ સહાય જૂથોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં IFFCO ,GSFC અને GNFC દ્રારા અનુક્રમે  18 ,20 અને 20 મળી કુલ  58 મહિલાઓને ડ્રૉન તાલીમ આપીને ડ્રૉન આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget