Rajkot News: પિત્ઝાના શોખીન છો તો સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Rajkot News: જો આપ બહારનું ખાવાના શોખિન છો તો સાવધાન થઇ જજો, આપણી ખાણીપીણીની બજાર કેટલી હાઇજિન છે. તેનો નમૂનો રાજકોટના એક ગ્રાહકને જોવા મળ્યો
Rajkot News:જો આપ પિત્ઝા લવર્સ છો તો આ સમાચાર આપના માટે છે. રાજકોટના એક કસ્ટમરે લાપીનોઝના પિત્ઝા ઓર્ડર કર્યો હતા પરંતુ તેમાંથી મરેલો વંદો નીકળતા તેમને રેસ્ટોરન્ટના ચાલક ફરિયાદ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા લાપીનોઝ પિત્ઝામાંથી મૃત વંદો નીકળ્યો હતો. દીલીપભાઈ ટાંક નામના વ્યકિત પરિવાર સાથે લાપીનોઝના પિત્ઝા ખાવા ગયા હતા પરંતુ આ પરિવારને અહીં ખૂબ જ કડવો અનુભવ થયો. તેમણે પરિવાર માટે પિત્ઝા ઓર્ડર કર્યાં હતા. જો કે પિત્ઝા જ્યારે તૈયાર થઇને ટેબલ પર આવ્યા તો આ જોઇને પરિવાર દંગ રહી ગયો કારણ કે પિત્ઝાના ગાર્નિંશિગ સાથે તેમાં મરેલો વંદો પણ જોવા મળ્યો. જો કે આ બાદ કસ્ટમર રોષે ભરાયા અને તેમણે આ બાબતે લાપીનોઝ પિત્ઝાના રેસ્ટોરન્ટના માલિકને આ મુદ્દે ફરિયાદ કરી હતી. કસ્ટમરે આ ઘટનાના પુરાવા માટે તેમણે પિત્ઝાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. ઉલ્લેખનિય છે કે, પિત્ઝા સહિતની અનેક બહારની વસ્તુઓમાં આવી જીવાતો નીકળતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ તેમ છતાં પણ આ સ્થિતિમાં કોઇ સુધાર નથી આવતો અને આપણી ખાણીપીણીની બજારમાં હજુ સુધી હાઇજીન નામે કોઇ ગંભીરતાથી પગલા નથી લેવાતા કે સ્વચ્છતાના પાઠને અનુસરાતા નથી, જેના કારણે લોકોના આરોગ્ય સાથે સતત ચેડાં થતાં રહે છે.
આ પહેલા દિલ્લીમાં ઓક્ટોબર માસમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. છે. 23 વર્ષના યુવકના આંતરડામાંથી વંદો કાઢવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વંદો આંતરડામાં જીવતો હતો અને તેની લંબાઈ ત્રણ સેન્ટિમીટર હતી. હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી.
વાસ્તવમાં, દિલ્હીના વસંત કુંજ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં એક દર્દી આવ્યો હતો. તેણે સ્ટ્રીટ ફૂડ ખાધું હતું. ત્યારથી તેના પેટમાં સતત દુખાવો થતો હતો. ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડો. શુભમ વાત્સ્યાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતા પહેલા યુવકે સતત ત્રણ દિવસ સુધી પેટમાં તીવ્ર દુખાવો, ખોરાક પચવામાં તકલીફ અને પેટ ફૂલવાની ફરિયાદ કરી હતી. આ પછી, ઉપલા જઠરાંત્રિય (GI) એન્ડોસ્કોપી કરવામાં આવી હતી જેમાં દર્દીના નાના આંતરડામાં અટવાયેલા જીવંત વંદોની જાણ થઇ હતી.