BANASKANTHA : વડગામના મગરવાડા ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું, વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું
Banaskantha News : વડગામ તાલુકાના મગરવાડા ગામે યોજાયેલા ચૌધરી સમાજના મહાસંમેલનમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું.
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં રાજયના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કરી અર્બુદા સેના થકી સમાજના હિતમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે અર્બુદા સેનાને મજબૂત થવા હાકલ કરી હતી.
વડગામ તાલુકાના મગરવાડા ગામે યોજાયેલા ચૌધરી સમાજના મહાસંમેલનમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ચૌધરી સમાજના યુવાનોની બનાવેલી અર્બુદા સેના થકી બાઈક રેલી દ્વારા વડગામ તાલુકામાં યુવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું.
મહાસંમેલનની સભામાં સહકાર ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે અર્બુદા સેનાને આગળ વધવા હાકલ કરી હતી. મોટી સંખ્યામાં અર્બુદા સેનામાં જોડાયેલા યુવાનોએ પણ વિપુલ ચૌધરીને સમર્થન આપ્યું હતું અને વિપુલ ચૌધરી કહ્યું હતું કે આગામી સમયમાં અર્બુદા સેના રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધી અને સમાજના હિતમાં કામ કરશે.
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓનો કમાલ
કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે.
જ્યારે ગુજરાતની સોનલ બેન પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.