News: બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેતી માટે સિંચાઇનું પાણી હજુ આ તારીખ સુધી કેનાલમાં રહેશે ચાલુ
Banaskantha News: ઉનાળાના પાક માટે પાણીની વધુ જરૂરી રહે છે, અને પાણી સમસ્યાનો ખેડૂતોને મોટો સામનો કરવો પડે છે

Banaskantha News: રાજ્યમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. સાથે સાથે ખેડૂતો ઉનાળુ પાકને પણ તૈયાર કરવા લાગ્યા છે. થોડાક સમય પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે, બનાસકાંઠામાં સિંચાઇનું પાણી બંધ કરી દેવામાં આવશે, પરંતુ હવે આ મામલે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. સરહદી વિસ્તારોની કેનાલમાં પાણી હજુ 31 માર્ચ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉનાળાના પાક માટે પાણીની વધુ જરૂરી રહે છે, અને પાણી સમસ્યાનો ખેડૂતોને મોટો સામનો કરવો પડે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેનાલમાં પાણીને લઇને સમસ્યાઓ રહી છે. સિંચાઇ વિભાગ દ્વારા અગાઉ 15 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યુ હતુ. હવે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની રજૂઆતના પગલે હવે આગામી 31 માર્ચ સુધી કેનાલમાં ચાલું રહેશે. સિંચાઈ વિભાગે 31 માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત છે કે, બે દિવસ બાદ કેનાલમાં પાણી બંધ કરાયા બાદ ફરીથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અગાઉ 15 માર્ચથી સિંચાઈ વિભાગે કેનાલમાં બંધ કરી દીધુ હતુ. ખેડૂતોએ પાક તૈયાર થવાના આરે હોવાથી પાણી કેનાલમાં પાણી ચાલુ રાખવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતમાં દારૂના દૂષણને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠાની બોર્ડર મારફતે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. આ દારૂના દૂષણના કારણે હજારો મહિલાઓ વિધવા બની રહી છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે. ગેનીબેન ઠાકોરે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ઝેરી અને ખરાબ દારૂના કારણે અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે, જેના લીધે હજારો મહિલાઓ વિધવા બની છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે. તેમણે બેન-દીકરીઓની જિંદગી સલામત ન હોવાનું જણાવીને તેમની વેદના માત્ર મહિલા અધિકારી જ સમજી શકશે તેમ જણાવ્યું હતું. આથી, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તરીકે મહિલા IPS અધિકારીને મૂકવાની માંગણી કરી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. પત્રમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર થકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરજ બજાવતી કોઈ પણ મહિલા IPS અધિકારીને બનાસકાંઠા જિલ્લાના SP તરીકે નિયુક્ત કરવામાં આવે, જેથી મહિલાઓની વેદનાને યોગ્ય રીતે સમજી શકાય અને દારૂના દૂષણને નાથવા માટે અસરકારક પગલાં લઈ શકાય. ગેનીબેન ઠાકોરના આ પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
