Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત
Road Accident: રાજ્યમાંથી ત્રણ જગ્યાએ અકસ્માતની ઘટના બની છે. જુદી – જુદી જગ્યાએ બનેલા અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

Road Accident:સુરત, ડીસા અને ભરૂચ અમે ત્રણ જગ્યાએ સર્જાયેલા રોડ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયાં છે. સુરતમાં ટેમ્પો નીચે કચડાતા માતાની નજર સામે 2 વર્ષના પુત્રનું કમકમાટી ભર્યું મોત સર્જાયું છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી કંપની નજીક આ દુર્ઘટના સર્જાઇ હતી. માતા પેપર કટિંગનું કામ કરી રહી હતી ત્યારે ટેમ્પો ચાલકે માતાની બાજુમાં સૂતેલા બે વર્ષના પુત્રને કચડી નાંખ્યો. કંપનીના ટેમ્પો એ જ જ બે વર્ષી પુત્ર અડફેટે લેતા બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. 2 વર્ષીય પુત્રના મોતના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.સચિન GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
તો બીજી તરફ ડીસાના ભાચલવા નજીક ટ્રીપલ અકસ્માત કેસમાં એકનું મોત થઇ ગયું. અહીં ત્રણ ટેન્કરો વચ્ચે અકસ્માત બાદ ત્રણેયમાં આગ ફાટી નીકળી હતી. બે ટેન્કરમાં તેલ હોવાથી આગ તીવ્ર બની હતી, બે ટેન્કરમાં તેલ અને એક કન્ટેનરમાં ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનિ છે કે આ અકસ્માતમાં એક વ્યક્તિ ગૂમ હતી બાદમાં તેનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ડીસા તાલુકા પોલીસે એક વ્યકિતના મોતની પુષ્ટિ કરી છે
ભરૂચ- જંબુસર હાઈવે પર આમોદ નજીક લકઝરી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું મોત થયું છે. અકસ્માતમાં રીક્ષાચાલક ગંભીર રીતે ઘવાયો હતો જેનું મૃત્યુ નિપજ્યું હતું. રીક્ષામાં સવાર અન્ય ચાર લોકોને પણ ઇજા પહોંચી છે. અકસ્માત બાદ લકઝરી બસ પણ પલટી ગઈ હતી.
ઉલ્લેખનિય છે કે,વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021માં 15185 અને વર્ષ 2022માં 15751થી વધુ અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં આ અકસ્માતની સંખ્યા 13398 હતી એટલે તેમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે.વર્ષ 2021 અને 2022 એમ બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં અકસમાતાં વધારો જોવા મળ્યો છે તે પણ ચોંકાવનારી બાબત છે. ગુજરાતમાં રોજ એક રોડ અકસ્માતનું કારણ સગીર છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં 11,890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2,063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ રાજ્યમાં 2022 અને 2023 દરમિયાન 18 વર્ષથી નાના 893 એટલે કે વર્ષે સરેરાશ 446 યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે.રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીર દ્વારા ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં 44 લાખ, છત્તીસગઢમાં 1.30 લાખ, દિલ્હીમાં 44 હજાર, જમ્મુ કાશ્મીરમાં 1.36 લાખ, ઉત્તરાખંડમાં 1.05 લાખ, ઉત્તરપ્રદેશમાં 23 હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
