Bharuch : હાંસોટમાં માનવ ચહેરા જેવો આકાર ધરાવતી માછલી મળતાં લોકો જોવા ઉમટ્યા
માછીમાર (Fisherman)ની જાળમાં ફસાયેલી ફિશ (Fish)ને જોવા ટોળા ઉમટ્યા હતા. કિમ નદી (Kim River) માંથી આવી માછલી મળી છે. હાંસોટના ઇલાવ નજીક માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી અલભ્ય પફર ફિશ મળી આવી છે.
ભરુચઃ હાંસોટના ઇલાવ નજીક માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી અલભ્ય પફર ફિશ મળી આવી છે. માછીમાર (Fisherman)ની જાળમાં ફસાયેલી ફિશ (Fish)ને જોવા ટોળા ઉમટ્યા હતા. કિમ નદી (Kim River) માંથી આવી માછલી મળી છે. નાના આકારની માછલી અસલામતના અનુભવ સાથે આકાર મોટો કરે છે. સલામતી સાથે માછલીને ફરી અનુકૂળ જળ વિસ્તારમાં મુક્ત કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, 16 જિલ્લા બન્યા કોરોનામુક્ત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે 16 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 15 જિલ્લાઓમાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. આ સિવાય 7 જિલ્લાઓમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેમજ ગુજરાતમાં હવે માત્ર 155 જ એક્ટિવ કેસ રહ્યા છે.
કોરોનામુક્ત જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5-5 જિલ્લા કોરોના મુક્ત બન્યા છે. આ પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 3-3 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર કોરોનામુક્ત બન્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. તો નર્મદા, મહેસાણા, મહીસાગર, જૂનાગઢ, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે.
Vadodara : કારે એક્ટિવાને ટક્કર મારતાં 24 વર્ષીય યુવતીના મોતથી અરેરાટી
વડોદરાઃ શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત થતાં એક યુવતીનું મોત નીપજ્યું છે. એક્ટિવા સવાર યુવતીને કાર ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું છે. 24 વર્ષીય નમ્રતા સોલંકી નામની યુવતીનું મોત નિપજ્યું છે. યુવતી બ્રિજ પરથી પોતાના ઘરે જતી હતી તે સમયે જ કાર ચાલકે અડફેટે લીધી હતી.
નમ્રતા સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકોટા બ્રિજ પર જીજે-6-ઇક્યુ-2008 નંબરની કારે એક્ટિવને ટક્કર મારી હતી.