શોધખોળ કરો
Advertisement
C.R.એ બોલેલું ના પાળ્યુઃ ક્યા શહેરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલાં મહિલાને એક કલાકમાં મળી ગઈ ટિકિટ ?
ભાજપે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં કલાક પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારાં મહિલા ઉમેદવાર ગીતાબેન મેરને ટીકીટ આપી છે.
ભાવનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે વાંરવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે, કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુઓને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય. પાટીલે ભાજપનાં કાર્યકર સંમેલનોમાં વારંવાર આ વાતની મોટા પાયે જાહેરાત કરી હતી પણ ભાવનગરમાં આ વાતનો છેદ ઉડાવી દીધો છે.
ભાજપે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં કલાક પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારાં મહિલા ઉમેદવાર ગીતાબેન મેરને ટીકીટ આપી છે. ભાવનગરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારાં ગીતાબેન મેર બપોરે ભાજપમાં જોડાયાં હતાં ને ભાજપમાં જોડાયાં તેના કલાકની અંદર જ ભાજપે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં વોર્ડ નમ્બર 5ના ઉમેદવારોમાં ગીતાબેનનું નામ હતું. છેલ્લી ઘડીએ ભાજપ પક્ષે ટીકીટ આપતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement