Bhavnagar : કોંગ્રેસની બે મહિલા નેતા જાહેરમાં બાખડી, કોણ છે આ મહિલા નેતા?
પૂર્વ મેયર પારુલ ત્રિવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બન્ને વચ્ચે પક્ષમાં વર્ચસ્વને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
ભાવનગરઃ કોંગ્રેસના કંસારા ડીમોલીશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની આગેવાન મહિલાઓ વચ્ચે થયેલી ઝપાઝપીના વીડિયો સામે આવ્યો છે. પૂર્વ મેયર પારુલ ત્રિવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બન્ને વચ્ચે પક્ષમાં વર્ચસ્વને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
મનપામાં ઘેરાવ દરમ્યાન બંને કોઈ કારણસર બાખડી પડયા હતા. કોંગ્રેસના નેતા ભરતભાઈ બુધેલિયાએ બંને ને જુદા પાડ્યા હતા. ઝપાઝપીમાં પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખમાં ઈજા થઈ હતી. ઈજા થતા તેઓને ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. પારૂલબેન ત્રિવેદી દ્વારા પોલીસ ફરિયાદ થવાની શક્યતા છે. જો કે, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ આવું ન બને તે માટે પ્રયાસો કરી રહ્યા છે.
Rajkot: ગર્ભ પરીક્ષણ કરતી યુવતીએ કહ્યું, 'ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો વિસ હજાર અલગથી આપવાના'
રાજકોટઃ શહેરમાં ઓરડી ભાડે રાખી માતાના પેટમાં જ દીકરીને મારી નાંખવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં ઓરડી ભાડે રાખી ગર્ભ પરીક્ષણ કરતી યુવતીને પોલીસે ઝડપી પાડી છે. 12 ધોરણ પાસ સરોજ ડોડીયા નામની યુવતી ગર્ભ પરીક્ષણ કરી હતી.
સરોજ ડોડીયા રૂપિયા 18 હજારમાં ગર્ભપાત કરતી હતી. મુખ્ય સૂત્રધાર સરોજ ડોડીયા અને એક મહિલા સાથી હતી. એક મહિલા ફરાર થઈ તે સોનોગ્રાફી કરવાની હતી. પોલીસ કોન્સ્ટેબલ શાંતુબેન મુલિયા અને યુવરાજસિંહ રાણા ડમી ગ્રાહક તરીકે ગયા હતા. ડમી ગ્રાહક તરીકે ગયેલી પોલીસને સરોજબેનએ કહ્યું ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો વિસ હજાર અલગથી આપવાના.
પોલીસે ડમી ગ્રાહક મોકલી આખું કરસ્તાન ઝડપી પાડ્યું છે. ગર્ભ પરીક્ષણ સાથે ગર્ભપાત પણ કરતી હોવાનું સામે આવ્યું છે. રૈયા રોડ પર આવેલ શિવપરામાં મકાન ભાડે રાખી આ કૃત્ય આચરવામાં આવતું હતું. SOG ગર્ભપાત સાધનો અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. મનપા આરોગ્ય અધિકારી લલિત વાજા ફરિયાદી બન્યા છે. પોલીસે સોનોગ્રાફી મશીન, ચિપિયા, કાતર, ગર્ભપાત કરવાનું ટેબલ અને દવા સહિતની વસ્તુ કબજે કર્યા છે.