શોધખોળ કરો
ભાજપનાં કયાં મહિલા ધારાસભ્યને થયો કોરોના ? જાણો કઈ રીતે લાગી ગયો ચેપ ?
નીમાબેને ખૂદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા મે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો અને જે પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પંરતુ ડોક્ટરની સલાહથી હોમ આઇસોલેશનમાં છું.

ભુજઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભુજના મહિલા ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોના પોઝિટિવ આવતાં નીમાબેન આચાર્ય સેલ્ફ આઈસોલેટ થયા છે. નીમાબેને ખૂદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા મે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો અને જે પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પંરતુ ડોક્ટરની સલાહથી હોમ આઇસોલેશનમાં છું. મારી વિનંતી છે કે, જે લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય, તેઓ કૃપા કરીને પોતાને આઇસોલેટ કરી દે અને પોતાની તપાસ કરાવી લે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે , 15મી ઓગસ્ટની ઉજવણીમાં નીમાબેન હાજર રહ્યા હતા, ત્યારબાદ તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેઓ ગાંધીધામ સ્થિત તેમના નિવાસસ્થાને હોમ આઈસોલેટેડ થયા છે. તો તેમના પુત્ર મુકેશ આચાર્યને પણ સંક્રમણ લાગ્યું છે.
कोरोनाके शुरूआती लक्षण दिखने पर मैंने रेपीड एन्टीजेन टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्सकी सलाह पर होम आइसोलेशन हो रही हूँ। मेरा अनुरोधहै कि आपमें से जो भी लोग गत कुछ दिनोंमें मेरे संपर्कमें आयें हैं, कृपया स्वयंको आइसोलेट कर अपनी जाँच करवाएं। pic.twitter.com/3c6qRYunlO
— DrNimaben Acharya (@Nimaben_BJP) August 16, 2020
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















