Rajkot News: સંતાન સુખ માટે ભુવાએ પડાવ્યાં સવા લાખ, પછી જે થયું જાણી દંગ રહી જશો
ધર્મના નામે આંડબર અને અંધશ્રદ્ધાના અનેક કિસ્સા જોવા મળે છે. આ ચક્કરમાં ક્યારે લોકો જીવ તો ક્યારે લાખો રૂપિયા ગુમાવે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે.
Rajkot:ધર્મના નામે આંડબર અને અંધશ્રદ્ધાના અનેક કિસ્સા જોવા મળે છે. અંધશ્રદ્ધામાં અંધ થતાં ભક્તો ક્યારેક પૈસા તો ક્યારેક પરિજનોના જીવ પણ ગુમાવે છે. આવા અનેક ચૌકાવનાર કિસ્સા બને છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. અહીં ભુવાએ સવા લાખની છેતરપિંડી કર્યાંની ફરિયાદ સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર મામલો
રાજકોટમાં તાંત્રિક વિદ્યા અને ભુવાના ચક્કરમાં આવીને સવા લાખ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. અહીં નિ:સંતાન દંપતી બાળકની ઝંખનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિકના ચક્કરમાં ફસાઇ ગયું. બાળકની ઇચ્છા પૂર્ણ કરવા તે ભૂવા પાસે પહોંચી ગયા અને ભૂવાએ આ દંપતીને બાળકની ઇચ્છા પૂર્તિની ખાતરી અપાવી અને સવા લાખ રૂપિયા પડાવી લીધા. સંતાનની ઇચ્છા પૂર્તિ માટે આ દંપતીએ ભુવાને સવા લાખથી વધુની રકમ આપી. જો કે આ તાંત્રિક મંત્ર તંત્ર અને લાખો રૂપિયાના ખર્ચ બાદ મહિલા ગર્ભવતી થઇ પરંતુ બાળક અવિકસિત જન્મતાં પરિવારની આંખ ઉઘડી અને આખરે તેમણે ભુવાના પાંખડનો પર્દાફાશ કરવા માટે જિલ્લા પોલીસમાં ફરિયાદ કરી છે. આ મામલે પોલીસે દંપતીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ પાંખડી ભુવાનો વીડિયો પણ સોસિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિજ્ઞાન જાથાને પણ ભુવાની ફરિયાદ મળી છે.
Surat: સુરતના હજીરામાં હાર્ટ અટેકથી 28 વર્ષીય યુવકનું મોત, પોલીસે શરૂ કરી તપાસ
રાજ્યમાં હાર્ટ અટેકથી અચાનક યુવાઓના મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. મળતી જાણકારી અનુસાર, સુરતના હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયા હતા. 28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક તબિયત લથડતા મિત્રોને ફોન કર્યો હતો. જે બાદ મિત્રો સ્થળે દોડી આવ્યા અને 108ને જાણ કરાઈ હતી. તો 108ના કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું કારણ સ્પષ્ટ થશે
સુરતના કીમ વિસ્તારમાં ઓટલા પર બેસવા બાબતે જૂથ અથડામણ, પોલીસે 8 ની કરી ધરપકડ
સુરતના કીમ વિસ્તારમાં આશિયાના નગરમાં રાત્રીના સમયે ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બોલાચાલીમાં વાત વણસી અને જોતજોતામાં બે જૂથના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે મોડીરાત્રે બંને પક્ષની સામાસામી ફરિયાદ નોંધી અને 8 આરોપીની ધરપકડ કરી હતી. મારામારીનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો.