Surendranagar: કાર સાથે અથડાયા બાદ બસ નીચે આવી ગયો બાઈક ચાલક, ઘટનાસ્થળે જ મોત, લોકોના ટોળેટોળા થયા એકઠા
Surendranagar News: સુરેન્દ્રનગર ખાતે એક અકસ્માતમી ગંભીર ઘટના સામે આવી છે. અહીં બસ સ્ટેન્ડ પાસે એસ.ટી બસ નીચે આવી જતા ટુવ્હીલર ચાલકનુ મોત નિપજયુ છે.
Surendranagar News: સુરેન્દ્રનગર ખાતે એક અકસ્માતમી ગંભીર ઘટના સામે આવી છે. અહીં બસ સ્ટેન્ડ પાસે એસ.ટી બસ નીચે આવી જતા ટુવ્હીલર ચાલકનુ મોત નિપજયુ છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર ટુવ્હીલર ચાલક કાર સાથે અથડાયા બાદ એસ.ટી. બસ નીચે આવી જતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો રાજ્યનો વધુ એક પુલ
ગુજરાતની અંદર વિશ્વાસના પુલમાં ભંગાણ પડી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક પુલમાં તિરાડો પડવાની ઘટનાઓ સામે આવી છે. હવે ફરી એકવાર આવી જ ઘટના વલસાજમાં સામે આવી છે.વલસાડના ડુંગરી ખાતે બની રહેલા રેલ્વે ઓવરબ્રિજમાં ભંગાણ પડ્યું હતું અને માટી ધસી પડવાની ઘટના જોવા મળી હતી.
વલસાડના ડુંગરી વિસ્તારમાં કાંઠા વિસ્તારના રહીશોની વર્ષો જૂની માંગણી હતી કે ડુંગરી ખાતે ફાટકની જગ્યાએ રેલ્વે ઓવરબ્રિજ બને અને પ્રજાનો વિશ્વાસ સાર્થક કરવા માટે સરકાર દ્વારા ડુંગળીના ફાટક ઉપર રેલ્વે બ્રિજ બનાવવાની શરૂઆત છ વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ જમીન સંપાદનને લઈને અને અન્ય પ્રશ્નોને કારણે રેલ્વે બ્રિજનું કાર્ય સતત વિવાદોમાં રહ્યું હતું, હાલ કાંઠા વિસ્તારના લોકો માટે આ રેલવે બ્રિજ બને તેની રાહ જોવાઇ રહી હતી પણ બ્રિજ બને તે પહેલા જ તેમાં ભંગાણ પડતા માટીના રેલા ઉતરી રહ્યા છે.
તો બીજી તરફ જે મુખ્ય સિમેન્ટનો ડીલર છે તેમાં પણ તિરાડ પડી ચૂકી છે અને સળિયા બહાર આવી ચૂક્યા છે. આવા સમયે કયા પ્રકારની કામગીરી રોયલ ઇન્ફ્રા દ્વારા થઈ રહી છે એ પ્રશ્ન મોટો છે. સરકાર 23 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એક રેલવેના પુલ પાછળ ખર્ચે છે પરંતુ લોકો કયા વિશ્વાસથી આ પુલ પરથી પસાર થશે એ સરકારે હવે સાબિત કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ પુલ બનવા પહેલા જ એનો ઘણો ભાગ ધરાસાયી થઈ રહ્યો છે અને અલગ અલગ જગ્યા પરથી આ રીતે સિમેન્ટના પ્રિકાસ્ટ બહાર આવી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકો એવું માને છે કે આ પુલ જ્યારથી બન્યો છે ત્યારથી જ એ વિવાદમાં રહ્યો છે અને એની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થતા રહ્યા છે.
આ પુલ માત્ર એક જ જગ્યાએથી ક્ષતિગ્રસ્ત નથી થયો પરંતુ એ પુલની લેન્થ જોશો તો ઘણી બધી જગ્યા પરથી એના ભાગો ખુલીને રસ્તા તરફ બહાર આવી ચૂક્યા છે જેને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જલ્દીથી આ બ્રિજને કોઈ મોટી એજન્સી પાસે ટેસ્ટ કરાવી એમાં વધુ નુકસાન ન થાય અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એ માટે સરકાર કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial