શોધખોળ કરો

Biporjoy: વાવાઝોડાનો કેર, આ જિલ્લામાં ભારે પવનથી 492 વીજ પૉલ ધરાશાયી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

બિપરજૉય વાવાઝોડાએ કેર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ મોટુ નુકશાન પહોંચ્યુ છે.

Biporjoy: બિપરજૉય વાવાઝોડાએ કેર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ મોટુ નુકશાન પહોંચ્યુ છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે અને આ બધાની વચ્ચે એક લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ગીર સોમનાથમાં 492 વીજ થાંભલા ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે. 

માહિતી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં નુકશાન થવાનું શરૂ થઇ ગયુ છે. સમાચાર છે કે, પીજીવીસીએલના એક પ્રાથમિક સર્વે અનુસાર, સામે આવ્યુ છે કે, ગીર સોમનાથમાં બિપરજૉય વાવાઝોડાના કારણે કુલ 492 વીજ થાંભલા ધરાશાળી થયા છે. 

ક્યાં ક્યાં વીજ થાંભલા થયા ધરાશાયી - 
આ સર્વે અનુસાર, ઉનામાં 13 વીજ પૉલ અને 1 ટ્રાંસફૉર્મર, કોડીનારમા 13 વીજ પૉલ, ગુર ગઢડા 21 વીજ પૉલ અને એક ટ્રાંસફૉર્મર, વેરાવળમાં 150 વીજ પૉલ, સુત્રાપાડામાં 90 વીજ પૉલ, પ્રાચીમાં 80 વીજ પૉલ, તાલાલામાં 100 વીજ થાંભલા ધરાશાયી થયા છે. 

વરસાદને લઇને હવામાન વિભાગનું રેડ એલર્ટ, આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

બિપરજોય વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આવતીકાલે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. કાલે વલસાડ, સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં 37 હજારથી વધુ લોકોનું કરાયુ સ્થળાંતર

સાયક્લોન બિપરજોય અગાઉ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ ઉપરાંત રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. તોફાન આવતીકાલે સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જખૌ બંદર પર ત્રાટકશે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના 37 હજાર 794 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. તમામ એયરબેઝ પર હેલિકોપ્ટર્સ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે આર્મી હાઈએલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં NDRFની 15 અને SDRFની 12 ટીમો તૈનાત કરાઇ છે. તે સિવાય માર્ગ મકાન વિભાગની 115 ટીમો સજ્જ કરાઇ છે. કચ્છમાં 40 હજારથી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. કચ્છમાં ચાર CDHO, 15 મડિકલ ઓફિસર ફરજ પર રહેવાના આદેશ અપાયા હતા. 108ની  157 મળી કુલ 239 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Embed widget