શોધખોળ કરો

Gujarat bypolls: વિસાવદર અને કડી પેટા ચૂંટણીમાં BJPએ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને આપી ટિકિટ

રાજ્યમાં બે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાશે.ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર  પેટા ચૂંટણીને લઈ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

Visavadar and Kadi By Elections: રાજ્યમાં બે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાશે.ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર  પેટા ચૂંટણીને લઈ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જ્યારે વિસાવદર બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.  

જૂનાગઢની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.  ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.  કિરીટ પટેલ 2 ટર્મ જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે.  તાલાલા યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. કિરીટ પટેલનું રાતીધાર (તાલાલા) મૂળ વતન છે.  હાલ જૂનાગઢ જિલ્લા ભાજપના મોટા નેતા છે. 

19 જૂનના રોજ મતદાન

વિસાવદર વિધાનસભા બેઠક પર ગત 26 મે 2025થી ઉમેદવારીફોર્મ ભરાવાની શરૂઆત થઇ છે. ઉમેદવારો 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 3 જૂનના રોજ ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન 2025 છે. 19 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જ્યારે 23 જૂન 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 

કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે

કડી બેઠક પર વર્ષ 2012માં કૉંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી જીત્યા હતા. કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી.  વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2025માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કૉંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના માટે હવે પેટા ચૂંટણી યોજાઈ રહી  છે.

કડી વિધાનસભા બેઠક પર આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવશે. આ વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારો 26 મેથી ફોર્મ ભરી શકશે. હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
Embed widget