Amreli: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ભાજપના આ વરિષ્ઠ નેતાએ ટ્વીટ કરી આક્રોશ વ્યક્ત કર્યો
અમરેલી: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પેપર લીક થવાને લઈને વિપક્ષીથી લઈને એએસયૂઆઈ અને એબીવીપી જેવી વિદ્યાર્થી પાંખો પણ સરકાર સામે બાયો ચડાવી રહી છે.
અમરેલી: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પેપર લીક થવાને લઈને વિપક્ષીથી લઈને એએસયૂઆઈ અને એબીવીપી જેવી વિદ્યાર્થી પાંખો પણ સરકાર સામે બાયો ચડાવી રહી છે. હવે આ કડીમાં અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે પણ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના અંગે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.
પેપર લીક થયા તેનું તો દુઃખ છે પણ વધુ પીડા એ વાતની છે કે યોગ્યતા ના હોય તો પણ સફળ થવા ગમે તેવા સ્તર સુધી નીચે ઉતરી જવાની આસુરી વૃત્તિ ધરાવતા અને પૈસા કમાવા ગમે તેટલા લોકોનો ભોગ લેવાની રાક્ષસી માનસિકતા ધરાવતા લોકો વારંવાર ફાવી જાય છે.@RonakABPAsmita @devanshijoshi71 @Divya_Bhaskar pic.twitter.com/hfPpHLA0F1
— Dr. Bharat Kanabar (@KANABARDr) January 29, 2023
તેમણે લખ્યું કે, પેપર લીક થયા તેનું તો દુઃખ છે પણ વધુ પીડા એ વાતની છે કે યોગ્યતા ના હોય તો પણ સફળ થવા ગમે તેવા સ્તર સુધી નીચે ઉતરી જવાની આસુરી વૃત્તિ ધરાવતા અને પૈસા કમાવા ગમે તેટલા લોકોનો ભોગ લેવાની રાક્ષસી માનસિકતા ધરાવતા લોકો વારંવાર ફાવી જાય છે.
પેપર લીક મામલે કોર્ટે આરોપીઓના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ATS દ્વારા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બાદ કોર્ટે 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસ અંગે વિગતે વાત કરીએ તો એટીએસ દ્વારા વિવિધ મુદ્દે રીમાન્ડની માંગ કરવામાં આવી હતી. વીસેક દિવસ અગાઉ હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસની બહાર પેપર લીકનું કાવતરું રચાયું હતું. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનાર શ્રધ્ધાકર લુહાનાએ કે.એલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રશ્ન પત્ર મેળવ્યું હતું. 7 લાખમાં પેપર આરોપી પ્રદીપ નાયકને આપવામાં આવ્યું હતું. પ્રદીપ નાયકે આરોપી મોરારી પાસવાન તથા નરેશ મોહંતીને પેપર દીઠ 5 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. મોરારી પાસવાને કમલેશ ભિખારીને પ્રશ્ન પત્ર 6 લાખમાં વેચવાનું પેપર દીઠ નક્કી કર્યું. જે બાદ કમલેશ ભીખારીએ પેપર મોહમદ ફિરોઝને પેપર દીઠ 7 લાખમાં વેચવાનું નક્કી કર્યું.
તો મોહમદ ફિરોઝએ પેપર સર્વેશને પેપર દીઠ 8 લાખમાં વેચવાનું નક્કી કર્યું. સર્વેશે પેપર પ્રભાત, મુકેશ અને મીંટુને 9 લાખમાં વેચવાનું નક્કી કર્યું. મીંટુ કુમારે પેપર 10 લાખમાં ભાસ્કર ચૌધરીને આપવાનું નક્કી કર્યું. ભાસ્કર ચૌધરીએ પેપર કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયું અને ઇમરાનને 10 લાખમાં વેચવાનું નક્કી કર્યું.
કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, હાર્દિક શર્મા, પ્રણવ શર્માએ આ પેપર 12 લાખમાં ઓળખીતાઓને વેચવાનું નક્કી કર્યું. મુકેશ અને ભરત પેપર ઓળખીતાઓને 10 લાખમાં વેચવાનો હતો.
તો બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે, આરોપીઓને હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસનું સરનામું કોણે આપ્યું? પેપર લીકમાં કોઈ અધિકારીની સંડોવણી છે? આ અંગે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપે છે. આરોપીઓ ક્યાં ક્યાં ઉમેદવારોને પેપર વેચવાના હતા? આ અગાઉ કોઈ પરીક્ષામાં પેપર લીક કર્યું છે? તમામ મુદ્દે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. આજે 15 આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા. આ કેસમાં શ્રધ્ધાકર લુહાના આરોપી હજુ ફરાર છે. પ્રદીપ નાયર મુખ્ય આરોપી છે જે પેપર લાવ્યો હતો.