શોધખોળ કરો

Banaskantha: ભુપેન્દ્ર સરકારના મંત્રીએ મતદારોને કેમ કહ્યા ગદ્દાર, જાણો વિગત

Banaskantha: વડગામના વરનાવાડા ખાતે આવેલ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલે વિવાદીત નિવેદન આપ્યું છે.  જગદીશ પંચાલે કહ્યું કે, વડગામની બેઠક ન જીતાડી એનો રંજ છે.

Banaskantha: વડગામના વરનાવાડા ખાતે આવેલ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલે વિવાદીત નિવેદન આપ્યું છે.  જગદીશ પંચાલે કહ્યું કે, વડગામની બેઠક ન જીતાડી એનો રંજ છે. વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જે પણ વડગામ બેઠકની હાર માટે જવાબદાર હોય એમને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો ખુશી થાત. તમને જણાવી દઈએ કે, વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત થઈ છે.

રાજકોટમાં લાગ્યા પાકિસ્તાન હાય હાયના નારા

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનનો ગુજરાતમાં સખત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કર્યુ હતું. રાજકોટ સહિત દેશભરમાં પાક.ના વિદેશ મંત્રના બફાટનો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને પૂતળા દહન કરાયું હતું.

બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું હતું

બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે કહ્યું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે બિલાવલ નિષ્ફળ થયેલા દેશના પ્રતિનિધિ છે અને તે પોતે પણ નિષ્ફળ ગયા છે. આતંકી માનસિકતા ધરાવતા લોકો પાસેથી તમે આનાથી વધુ શું અપેક્ષા રાખી શકો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કદાચ ભુટ્ટો 1971ને ભૂલી ગયા છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી 16 ડિસેમ્બર 1971નો દિવસ ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાનના 90 હજારથઈ વધુ સૈનિકોએ ભારતીય સેનાની આગળ સરેન્ડર કર્યું હતું. પાકિસ્તાની શાસકો દ્વારા બંગાળીઓ અને હિન્દુઓના નરસંહારનું આ પરિણામ હતું. લઘુમતીઓ સાથે પાકિસ્તાનના વ્યવહારમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન હવે આતંકવાદીઓનો ઉપયોગ કરવા સક્ષમ નથી. બિલાવલ ભુટ્ટોનું વિવાદિત નિવેદન આનું પરિણામ છે.બિલાવલ ભુટ્ટોએ તેમના દેશમાં હાજર આતંકવાદના માસ્ટરમાઇન્ડ વિશે નિવેદન આપવું જોઈએ. જેમણે આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી દીધો છે. પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે.

ભાજપના નગર સેવક સામે પત્નીએ કેમ નોંધાવી ફરિયાદ ?

મહેસાણામાં ભાજપના નગર સેવક દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપવાના મામલે નગર સેવક સલીમ વ્હોરા સામેઇ ફરિયાદ નોંધાઈ છે. પત્ની સિદ્દીકાબેન વ્હોરાએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પર સ્ત્રી સાથેના સંબંધમાં નગર સેવક પતિએ પત્નીએ ટ્રિપલ તલાક આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિ,સાસુ,નણંદ અને પતિ સાથે સંબધ રાખનાર મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા દ.પ્ર.ધા.ક.૩,૪ તથા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હકોના રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩, ૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં મુશળધાર, સુરતના અંબિકા 24 ઇંચથી વધુ વરસ્યો, પૂર જેવી સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં મુશળધાર, સુરતના અંબિકા 24 ઇંચથી વધુ વરસ્યો, પૂર જેવી સ્થિતિ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
Embed widget