શોધખોળ કરો

Chotaudepur: નબળા શિક્ષણને લઈને સવાલ કરનાર IAS ડૉ.ધવલ પટેલ સામે બીજેપી નેતાએ લગાવ્યા ગંભીર આરોપ

છોટાઉદેપુર: શિક્ષણ બાબતે ખાણ ખનીજ વિભાગના કમિશનરે લખેલા પત્રનો વિવાદ વધુ વકર્યો છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રીએ કમિશ્નર ડૉ.ધવલ પટેલની સામે મુખ્યમંત્રીને પત્ર લખી ખનીજ વિભાગના કમિશનર ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

શાળા પ્રવેશોત્સવમાં છોટાઉદેપુર તાલુકાની શાળાઓમાં આવેલાં ખાણ ખનીજ વિભાગના કમિશ્નર આઇએએસ ડૉ.ધવલ પટેલે શિક્ષણ સચિવને પત્ર લખી શાળા મુલાકાત દરમિયાન તેમના અનુભવો વર્ણવ્યા હતા. જેમાં શાળાઓમાં નિમ્ન કક્ષાનું શિક્ષણ હોવાની વાત કરી હતી. 8મા ધોરણમાં વિદ્યાર્થીઓને વાંચતા લખતા ન આવડતું હોવાનું જણાવી સડેલા શિક્ષણ જેવા શબ્દનો પત્રમાં પ્રયોગ કર્યો હતો. જે પત્ર વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. 

જે બાબતે હવે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ડો.ધવલ પટેલ અને ખાણ ખનીજ વિભાગ ઉપર આકરા પ્રહારો કર્યા છે. શંકર રાઠવાએ શિક્ષણને સડેલા કહેવા ઉપર ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપી છે. સાથે ખાણ ખનીજ વિભાગ હેઠળ ચાલતા રેતી ખનન સામે પણ સવાલો ઊભા કર્યા છે. એટલું જ નહી ખનીજ વિભાગના કમિશ્નર ડૉ.ધવલ પટેલ અને અન્ય અધિકારી આર.બી. ધ્રુવની સંપત્તિની તપાસ કરવાની પણ માંગ કરી દીધી છે.

છોટાઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણ પર IAS ડૉ. ધવલ પટેલના પત્રથી ખળભળાટ

ગુજરાતના સનદી અધિકારી ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની 6 જેટલી શાળાઓની લીધેલી મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હડકંપ મચી ગયો છે.  ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. એબીપી અસ્મિતા આ વાયરલ પત્રની પુષ્ટી કરતું નથી

ધવલ પટેલે ત્યાં સુધી લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના આ બાળકોને સડેલું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ ગણાવનાર IAS અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો એટલે તમામ સ્થળેથી રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રીએ સારી વાત સાંભળવાના બદલે સાચી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો.  મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે.  કોવિડકાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે. સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોઇ શકે.  ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાતના અનુભવની વાત કરી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણના સત્યાનાશ પર IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો હતો. શાળાના અનુભવો અંગે શિક્ષણ સચિવને તેમણે પત્ર લખ્યો હતો. વાયરલ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન પણ નથી. અલગ અલગ છ શાળાનો ચકાસણી કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.

IASના વાયરલ પત્ર પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં સુધારો કરાશે. શાળાઓ રહેલી ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાત વિસ્તારની વાત કરી છે. IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ભાઇ ડિંડોરે નિવેદન આપ્યું હતું કે મને પણ મીડિયાનાં માધ્યમથી જાણ થઈ છે. હું પણ એ જ વિસ્તારમાથી આવું છું. શિક્ષણ સુધારા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ માટે સારુ શું કરી શકાય તે માટેના પ્રયત્નો રહેશે. તેઓ ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget