શોધખોળ કરો

Gujarat Election: વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીને લાગ્યો મોટો ઝટકો, આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા

Gujarat Assembly Elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય  કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટી જોડાયા છે.

Gujarat Assembly Elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય  કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટી જોડાયા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કેસરીસિંહ સોલંકી બે ટર્મથી માતર વિધાનસભામાં ચૂટાય છે. આમ ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપને પહેલો ઝટકો લાગ્યો છે. ભાજપે ટિકિટ ન આપતા કેસરીસિંહે રાજીનામું ધરી દીધું છે અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે.

વિપુલ ચૌધરીએ AAPની ટિકિટ પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત 

: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચોધરીએ વિસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઇ ચૂંટણી લડશે. અર્બુદા સેનાના માહા મંત્રી રાજુ ચોધરીએ આ જાણકારી આપી છે. વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સામે વિપુલ ચોધરી ઉમેદવારી નોંધાવશે. અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી અર્બુદા સેના મેદાનમાં આવી ગઈ છે.

શંકરસિંહ વાઘેલા આ તારીખે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની હાજરીમાં પક્ષમાં જોડાશે

ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય તેવા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. 12 તારીખે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાશે. નોંધનીય છે કે, શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પહેલાં જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શંકરસિંહ વાઘેલાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે તે વાત નક્કી છે.

આ બેઠક પર ઉકળતો ચરુ

 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ બીજેપીએ તેમના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાં જ કેટલીક સીટો પર નારાજગી પણ સામે આવવા લાગી છે. તમને જણાવી દઈએ કે, નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. જેવું તેમનું નામ સામે આવ્યું કે, નાંદોદ તાલુકાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.

નાંદોદ ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ આ ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને હર્ષદ વસાવાને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કરવાની વાત કરી હતી. આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે. આવતીકાલે હર્ષદ વસાવા અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સાંભવના છે. હર્ષદ વસાવા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી શકયતા છે. હર્ષદ વસાવાના સમર્થનમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ આવતીકાલે રાજીનામાં આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget