ગુજરાત ભાજપના ધારાસભ્યએ લોકડાઉનની કરી માગ, કહ્યું- ગયા વર્ષે સામાજિક પ્રસંગો થઈ શક્યા ન હતા અને હાલ...
હાલ વી.એમ.સી. ઘ્વારા જણાવવામાં આવેલ છે. કે જે ઓકિસજનનો જથ્થો શહેર તથા ગ્રામ્યની હોસ્પિટલોને આપવામાં આવતો હતો. તે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચી શહેરની અમુક હોસ્પિટલો તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કરેલ છે.
વડોદરાઃ વડોદરા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે ત્યારે ભાજપના જ ધારાસભ્યે મુખઅયમંત્રીને પત્ર લખીન લોકડાઉનની માગ કરી છે. SD ડોક્ટર વિનોદ રાવના પરિપત્રથી ધારાસભ્ય કેનત ઇનામદારે નારાજગી વ્યક્ત કરી છે.
કેતન ઇનામદારે પત્રમાં લખ્યું છે કે, હાલ વી.એમ.સી. ઘ્વારા જણાવવામાં આવેલ છે. કે જે ઓકિસજનનો જથ્થો શહેર તથા ગ્રામ્યની હોસ્પિટલોને આપવામાં આવતો હતો. તે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચી શહેરની અમુક હોસ્પિટલો તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કરેલ છે. તથા હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ ધ્વારા સાવલી/ડેસર ખાતે ઓકિસજન બેડ તૈયાર કરેલ છે. તથા બીજી તૈયારી હાલ ચાલું છે તેનું શું? અને પહેલાથી જ ઓકિસજન ગ્રામ્ય વિસ્તારમાં ઓછો આપવામાં આવતો હતો. જો જથ્થો બંધ થશે તો દર્દીઓનું શું? આ બાબતે મારો સખત વિરોધ નોધાવું છું.
સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લોકડાઉનની માંગ કરી છે. કેતન ઈનામદારે પત્રમાં લખ્યું છે કે ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણનો ધીરેધીરે પગપેસારો થઈ રહ્યો છે અને ગયા વર્ષે કોરોનાના કારણે જે સામાજિક પ્રસંગો થઈ શક્યા ન હતા. તે પ્રસંગો હાલના ખુબ જ વધી રહ્યા છે અને લોકોની અવર જવર પણ ખુબ જ વધી રહી છે. જેના કારણે સંક્રમણનો ભય રહે છે. જેથી લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઈ નિર્ણય લેવો જરૂરી છે. જેથી કોરોના મહામારીની ચેઈન તોડી શકાય. સાથે જ ઓક્સિજનનો પૂરતો જથ્થો મળે તેવી માંગ કરી છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
રાજ્યમાં ગઈકાલે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.