(Source: ECI/ABP News/ABP Majha)
નર્મદા કેનાલ મુદ્દે ભાજપના ધારાસભ્યએ જ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો
ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો કે ભરૂચથી અમદાવાદ સુધીની નર્મદાની મુખ્ય કેનાલ સાથે લીક થયેલા તળાવો નથી ભરાતા.
ગાંધીનગર: નર્મદા કેનાલ મુદ્દે ભાજપના ધારાસભ્યએ જ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો કે ભરૂચથી અમદાવાદ સુધીની નર્મદાની મુખ્ય કેનાલ સાથે લીક થયેલા તળાવો નથી ભરાતા. ધારાસભ્ય યોગેશ પટેલે એવો પણ સવાલ ઉઠાવ્યો કે અન્ય તળાવો ત્રણ ચાર વાર ભરાવાય છે, પરંતુ વડોદરા આસપાસના 265 તળાવો કેમ નથી ભરાતા ? તો, નર્મદા કેનાલની સફાઈ અને રિપેરિંગની કામગીરી ઝડપથી કરવાની માગ ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે કરી હતી.
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે અધિકારીઓ વહેલા ટેન્ડર બહાર પાડે તો સફાઈ વહેલી થાય. ઉનાળાના સમયમાં કેનાલની સાફ સફાઈ થાય તો ખેડૂતોને 4 વખત પાણી આપી શકાય લવિંગજી ઠાકોરે ફરિયાદ કરી કે કેનાલની સફાઈ ન થતી હોવાથી છેવાડાના ખેડૂતોને પાણી નથી મળતું. કેશાજી ઠાકોરે ફરિયાદ કરી કે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં તો હજુ નર્મદાના નીર નથી પહોંચ્યા.
Gujarat Weather: હવામાન વિભાગે 5 દિવસ કમોસમી વરસાદની કરી આગાહી, ખેડૂતોને કરી આ અપીલ
હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. 15, 16 અને 17 માર્ચે વરસાદની આગાહી છે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 અને 14 માર્ચે વરસાદ રહેશે. 15 માર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહેશે, 16 માર્ચે કેટલાક સ્થળે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે, 17 માર્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 15 થી 17 વરસાદ રહેશે. ખેડૂતોને પાક થઈ ગયો હોય લઈ લેવા વિનંતી છે. સૌથી વધુ સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન છે. બે દિવસ કોઈ ફેરફાર નહીં થાય.
માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં માવઠાની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છનો સમાવેશ થાય છે.આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. આમ, કેટલાક સ્થળોએ ફરી ડબલ સીઝન અનુભવાય તેવી સંભાવના છે.