શોધખોળ કરો

Gujarat Assembly Elections: પાદરામાં બીજેપીએ 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરતા ખળભળાટ

Gujarat Assembly Elections 2022: થોડા દિવસ પહેલા પાદરા ભાજપમાં ભંગાણ પડ્યું હતું. જે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે બીજેપીમાં ફરી હડકંપ સામે આવ્યો છે.

Gujarat Assembly Elections 2022: થોડા દિવસ પહેલા પાદરા ભાજપમાં ભંગાણ પડ્યું હતું. જે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે બીજેપીમાં ફરી હડકંપ સામે આવ્યો છે. પાદરા વિધાનસભામાં પાદરા શહેર અને તાલુકાના ભાજપના હોદેદારોએ પાર્ટી વિરુદ્ધ અપક્ષના ઉમેદવારને સમર્થન કરતા પાર્ટીના નિયમો વિરુદ્ધ અનુશાહીનતા આચરનાર 48 જેટલા હોદેદારોને સસ્પેન્ડ કર્યા છે. વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરી પ્રમુખ બી.જે.બ્રહ્મભટ્ટે તમામને સસ્પેન્ડ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પાદરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ચૂંટણી લડી રહેલા અપક્ષના ઉમેદવાર દિનુમામાને ખુલ્લું સમર્થન આપતા પાદરા તાલુકા ભાજપના કેટલાક હોદેદારો અને ભાજપમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના બે સદસ્યોને નગરપાલિકાના 10 અને તાલુકા પંચાયતના 14 સદશ્યો સહિત જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસાર સહિત જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ જીતેન્દ્રસિંહજી વાઘેલા તથા પાદરા એ.પી.એમ.સી ના પ્રમુખ પ્રવીણ સિંધા સહિત પાદરા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ અને અંપાડના એક મળી કુલ 48 ના ભાજપના હોદેદારોને સામે શિસ્ત ભંગના પગલાં લીધા અને ભાજપે સસ્પેન્ડ કર્યા.

જાણો પંચમહાલના આ નેતાને બીજેપીએ કેમ કર્યા સસ્પેન્ડ

હાલોલ વિધાનસભા બેઠક પર ટીકીટ ન મળતા અસંતુષ્ટ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના રામચંદ્ર બારીયા સહિત 7 અસંતુષ્ટોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલોલ વિધાનસભા બેઠક પર હાલોલના ગોપીપુરા ગામના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયાએ ભાજપમાંથી ટીકીટ માંગી હતી. ભાજપ દ્વારા ટીકીટ ન આપવામાં આવતા નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષ ઉમેદવારી કરનાર રામચંદ્ર બારીયા તેમજ તેમને ટેકો આપનાર અન્ય 7 ભાજપના કાર્યકરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બાવળામાં ભાવુક થયા PM મોદી

પીએમ મોદી ગુજરાતમાં એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આ કડીમાં આજે પીએમ મોદીએ બાવળામાં સભા ગજવી હતી. આ અવસરે સભા સ્થળે પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, અમદાવાદ ભાજપ જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના ચારેય ઉમેદવાર હાર્દિક પટેલ, કનું પટેલ, કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ભાવુક થયા

પીએમ મોદીના આગમન સાથે સભા સ્થળે મોદી-મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાનનું પાઘડી, ગુલાબના હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ભુપેન્દ્ર સિંહને સિનિયર કહીને માન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બાવળા આવ્યો હોઉં અને લીલાબાના દર્શન કરું, 104 વર્ષના માણેક બા એ મને આવીને આશીર્વાદ આપ્યા. આ વાત કરતા પીએમ મોદીને ગળે ડૂમો ભરાયો હતો અને પ્રધાનમંત્રી ભાવુક થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget