Banaskantha Jilla Panchayat: 3 દાયકા બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો, 25 બેઠક પર BJPની જીત
Banaskantha Jilla Panchayat: બનાસકાંઠા જિલ્લા પંચાયતની 25 બેઠક પર ભાજપે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી છે

Banaskantha Jilla Panchayat: સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તે સિવાય જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ભાજપે મહાજીત મેળવી છે. ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપ આંશિક જીત મેળવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો
ત્રણ દાયકા બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપે કબજો મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 25 બેઠક પર ભાજપે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી છે. થરાદ તાલુકા પંચાયતની 24માંથી 23 બેઠક જીતી ભાજપે કબજો મેળવ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી થરાદ નગરપાલિકા પ્રથમ વખત બહુમત સાથે ભાજપે જીતી હતી.
આ પણ વાંચોઃ Junagadh Election Results: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ, જાણો બંનેને કેટલો બેઠક મળી?
થરાદ વિધાનસભા અંતર્ગતની તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. થરાદ વિધાનસભા અંતર્ગતની જિ.પં., તા.પં. અને નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. થરાદ વિધાનસભા અંતર્ગતની તમામ 9 બેઠકો ભાજપે જીતી હતી. થરાદ તાલુકા પંચાયતની 24માંથી 23 બેઠક ભાજપે જીતી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી થરાદ નગરપાલિકા પ્રથમ વખત બહુમત સાથે ભાજપે જીતી હતી. થરાદ નપાની 24માંથી 19 બેઠકો પર ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. થરાદ જિલ્લામાં મળેલી જીત બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આભાર માન્યો હતો.
પાટણ નગરપાલિકામાં ભાજપે 23 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કૉંગ્રેસે 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બે બેઠકો પર અપક્ષની જીત થઈ હતી. પાટણ તાલુકા પંચાયતની 20 પૈકી 13 બેઠક પર કૉંગ્રેસની જીત થઈ હતી. 20 પૈકી 7 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. સિદ્ધપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. 36 પૈકી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે ચાર બેઠક પર અપક્ષની જીત થઈ છે. પેટલાદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. પેટલાદ નગરપાલિકાની 36 પૈકી 20 બેઠક પર ભાજપની જીત થઈ છે. બારડોલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. બારડોલી નગરપાલિકાની 36 પૈકી 32 બેઠક પર ભાજપની જીત થઈ છે. રાણપુર તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 18 બેઠકોમાંથી 14 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 3 બેઠક પર કૉંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી થયા છે. બરવાળા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 16 બેઠકોમાંથી 14 બેઠક પર ભાજપે જીત મેળવી છે, જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસને જીત મળી છે.






















