ભાજપના ધારાસભ્યનું વિવાદીત નિવેદન, અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા હાંકલ
અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા શામજી ચૌહાણે હાંકલ કરી હતી

ભાજપના જ ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે અફીણના લાયસન્સ મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું હતું. અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા શામજી ચૌહાણે હાંકલ કરી હતી. તેમણે 500 બંધાણીને એકઠા થઈ સરકાર સામે મોરચો માંડવા હાંકલ કરી હતી. શાસક પક્ષના જ ધારાસભ્યની હાંકલને લઈ અનેક તર્ક- વિતર્ક શરૂ થયા હતા. સવાલ ઉભો થઇ રહ્યો છે કે શામજીભાઈ કેમ નશાને સમર્થન આપી રહ્યા છે?
મુળી તાલુકાના ગઢડા ગામે ધાર્મિક પ્રસંગે આવેલા ચોટીલાના ધારાસભ્યએ જાહેરમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું. અફીણના બંધાણીઓને સંગઠીત બની સરકાર સામે મોરચો માંડવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 500 બંધાણી ભેગા થઈને કહે કે એક પણ સુરેન્દ્રનગરમાં ધારાસભ્યની સીટ જીતવા દઇશું નહીં તો સરકાર "અફીણ" માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપે.
તેમણે કહ્યું હતું કે 12થી 15 વર્ષ પહેલા આ વિસ્તારમાં પોશડોડાના લાયસન્સ હતા. પોશડોડાના લાયસન્સ રદ થયાની લોકોની ફરિયાદ હતી. મે રજૂઆત સાંભળી લોકોને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. મારો વીડિયો એડિટ કરીને રજૂ કરાયો છે. બંધાણીઓના લાયસન્સ મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મારો વીડિયો વિરોધ પક્ષે એડિટ કરીને રજૂ કર્યો છે.
ભાજપના મીડિયા કન્વીનર ડૉક્ટર યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે ક્યા સંજોગોમાં શામજીભાઈએ નિવેદન આપ્યું તે તપાસનો વિષય છે. ભૂતકાળમાં અફીણની લોકો પાસે પરમીટો હતી. શામજીભાઈ ચૌહાણ નશાને પ્રોત્સાહન આપી રહ્યા કેમ ન કહી શકાય. આઝાદી બાદ સરકારે નશાના લાયસન્સ બંધ કર્યા છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. એસઓજી પોલીસે 129 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. જેની બજારમાં કિંમત 13 લાખ 30 હજાર રૂપિયા છે. બાઇક પર લઇ જતા એક વ્યક્તિને ઝડપી લેવાયો હતો. એમડી ડ્રગ્સ વરિયાવ તરફ ડિલિવર કરવા જતો હતો. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને આપવા જતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. અગાઉ એમડી અને દારૂના કેસમાં સુફિયાન ઉર્ફે સીબુ હુસેનશેખ પકડાઈ ચુક્યો છે.





















