શોધખોળ કરો

Black Fungus: રાજ્યના આ શહેરમાં બ્લેક ફંગસના દર્દીને શોધવા ઘરે ઘરે ફરીને કરાશે સર્વે, જાણો વિગત

રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.

બનાસકાંઠાઃ રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના (Mucormycosis) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં (Civil Hospital Ahmedabad) જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.

મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરામં નોંધાયા છે. રાજકોટમાં નવા 20, વડોદરામાં નવા 19, અમદાવાદમાં નવા 14, સુરતમાં નવા છ અને જામનગરમાં નવા ત્રણ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં મ્યુકરમાઈકોસિસના 23 કેસ નોંધાયા છે. જ્યારે પાંચના મોત નિપજ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 11 કેસ નોંધાયા છે.  તો સાતને અમદાવાદ રિફર કરાયા છે. આણંદ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 34 દર્દીઓ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 43 કેસ નોંધાયા છે. આ દરમિયાન બનાસકાંઠામાં બ્લેક ફંગસના દર્દીને શોધવા ઘરે ઘરે સર્વે કરવામાં આવશે. જે દર્દીમાં શંકાસ્પદ લક્ષણ જણાશે તેમને તપાસ કરી પાલનપુર સિવિલમાં મોકલવામાં આવશે. સરકાર દ્વારા હાલ 200 ઈન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. હવે દર્દીઓએ અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ ડેંટલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જેમાં દર્દીઓના દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢવા પડ્યા છે. કેસ વધતા ડેંટલ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટરમાં હાલ સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં એક ડેંટલ હોસ્પિટલ, એક પેરાપ્લેજિયા અને બે કિડની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા છે. જ્યાં રોજ આશરે 12 જેટલા ઓપરેશન થઈ રહ્યાં છે.

અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ થઈ છે. જેામં 140 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં છે. તો અત્યાર સુધીમાં 37 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે મહત્વના સમાચાર છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈંજેક્શન એમ્ફોટેરેસિન બી હવે એલજી હોસ્પિટલને બદલે સિવિલ હોસ્પિટલમાંથી મળશે. છેલ્લા ચાર દિવસથી એલજી હોસ્પિટલ અને અમદાવાદ મનપાએ યોગ્ય વ્યવસ્થા ન કરતા આખરે સિવિલ હોસ્પિટલમાંથી ઈંજેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?

બ્લેક ફંગસ (black fungus) એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા; સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી
રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા; સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા; સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી
રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા; સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Embed widget