દીવ: વણાકબારાના દરિયામાં બોટમાં પાણી ભરાયું, 8 માછીમારો અને ક્ષતિ ગ્રસ્ત બોટને બહાર કાઢવામાં આવી
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા દરિયામાં બંસરી નામની બોટમા પાણી ભરાયું હતું. અન્ય બોટ રેસ્ક્યુ કરી 8 માછીમારો અને ક્ષતિ ગ્રસ્ત બોટને બહાર કાઢી હતી.
દીવ: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા દરિયામાં બંસરી નામની બોટમા પાણી ભરાયું હતું. અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ કરી 8 માછીમારો અને ક્ષતિ ગ્રસ્ત બોટને બહાર લાવવામાં આવી હતી. દીવના વણાકબારના બાણાના દરિયામાં બંસરી નામની બોટમાં પાણી ભરાયું હતું. જેના કારણે 8 ખલાસીઓ દરિયામાં ફસાઈ ગયા હતા. જો કે અન્ય બોટ રેસ્ક્યુ કરી 8 માછીમારો અને ક્ષતિ ગ્રસ્ત બોટને બહાર કાઢી હતી.
અચાનક જ બોટમાં પાણી ભરાઈ જતા માછીમારોએ બોટમાંથી પાણી બહાર નિકાળવાના અને બોટને કિનારે લાવવાની કવાયત હાથ ધરી હતી. જે બાદ તમામને બહાર નીકાળવામાં આવ્યા હતા. જો કે માછીમારોનું કહેવું છે કે માઉન્ટ ઓફ ક્રીકનું ડ્રેઝીંગનું કાર્ય સફળતાપૂર્વક થાય. કારણ કે વણાકબારા બંદર દીવનું સૌથી મોટું બંદર છે. લગભગ 1300 જેટલી બોટો અહીંયા દરિયો ખેડી રહી છે. અહીંના માછીમારોની મુખ્ય માંગ બાણામા ડ્રેજિંગ કરવાની છે.
સૌરષ્ટ્ર-કચ્છમાં થશે કોલ્ડવેવનો અહેસાસ, જાણો ઠંડીથી ક્યારે મળશે આંશિક રાહત
ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે.
ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે.