Navsari: 25 દિવસ પહેલા ગુમ યુવકની લાશ મળી, પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી
નવસારીના જલાલપુર તાલુકાના અબ્રામા ગામેથી ગુમ થયેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવકની હત્યા નિપજાવી અબ્રામાના એક ખેતરમાં લાશને દાટી દેવામાં આવી હતી.
નવસારી : નવસારીના જલાલપુર તાલુકાના અબ્રામા ગામેથી ગુમ થયેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મોહમ્મદ નિસાર 23 ડિસેમ્બરના દિવસે ગુમ થયો હતો. હવે આ યુવકની વાડીમાં દાટેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. યુવકની હત્યા નિપજાવી અબ્રામાના એક ખેતરમાં લાશને દાટી દેવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. અબ્રામા ગામનો આશાસ્પદ યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા 25 દિવસ પહેલા ગુમ થયો હતો. યુવાન દીકરો ગુમ થતાં પરિવારે જલાલપોર પોલીસને જાણ કરી હતી. જલાલપુર પોલીસને ગુમ યુવાનની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. સાથે જ તે હત્યા તેના નજીકના મિત્રએ કરી હોવાની જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બેસબોલના ધોકા ફટકારી મારી નાખ્યો
23 ડિસેમ્બરના રોજ મોહમ્મદ નિસાર અને ત્રણ આરોપી સરાવ તળાવ કિનારે સાંજના સમયે પાર્ટી કરવા માટે બેઠા હતા. આ દરમિયાન આગળની કોઈ મેટર બાબતે બોલાચાલી થતા મિત્રએ માર માર્યો હતો. વધારે ઝઘડો ઉગ્ર થતા મોહમ્મદ નિસારને બેસબોલના ધોકા ફટકારી મારી નાખ્યો હતો. પુરવાનો નાશ કરવા માટે ચિકુના ઝાડ નીચે વાડીમાં ખાડો ખોદી મિત્રોએ મોહમ્મદને દફનાવી દિધો હતો. આ બનાવ 23 ડિસેમ્બરનો હતો. ટેકનિકલ સ્ટાફ તથા કોલ ડિટેઈલ અને સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આ કેસની ઉકેલી નાખ્યો છે. શકમંદ જણાતા ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ કરવામાં આવતા તેમણે ગુનો કબુલી લીધો છે.
આરોપીઓ
ઈનાયત હારુનભાઈ તાઈ
સાજિદ ગુલામહુસૈન મુલ્લા
માજ ઈરફાન નુરમહમ્મદ મોટરવાલા
25 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની હત્યા થયાનો ઘટસ્ફોટ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા અબ્રામા વિસ્તારમાં રહેતો અને 25 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. ત્રણ શખ્સોએ જૂની અદાવતમાં યુવકની હત્યા કરી લાશને ખેતરમાં દાટી દીધી હતી.
ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ મૃતકના મિત્ર
પોલીસે ખેતરમાંથી લાશને બહાર કાઢી પીએમ માટે ખસેડી હતી. ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ મૃતકના મિત્ર હોવાનું સામે આવ્યું છે. યુવકની હત્યા કર્યા બાદ આરોપીઓ મૃતકના પરિવારજન સાથે મળી યુવકને શોધવાનો ઢોંગ કરવા લાગ્યા હતા. જો કે પોલીસે આકરી પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા અને સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો.