(Source: ECI/ABP News/ABP Majha)
હવે આંગળીના ટેરવે મળશે ચાર્ટર પ્લેન અને હેલિકૉપ્ટરની સુવિધા, શરુ થયું આ નવું સાહસ
હાલ ભલે તમે ચાર્ટર પ્લેન ખરીદવા હાલ સક્ષમ ન હોય, પણ તમે ઓછી કિંમતમાં ચાર્ટર પ્લેન કે હેલિકૉપ્ટરમાં મુસાફરી કરીને સેલિબ્રિટી જેવી જિંદગી જરૂર માણી શકો છો.
તમે લોકોને વાત વાતમાં કહેતા સાંભળ્યા હશે કે એટલા પૈસાદાર થવું છે કે ખુદનું ચાર્ટર પ્લેન હોય. હાલ ભલે તમે ચાર્ટર પ્લેન ખરીદવા હાલ સક્ષમ ન હોય, પણ તમે ઓછી કિંમતમાં ચાર્ટર પ્લેન કે હેલિકૉપ્ટરમાં મુસાફરી કરીને સેલિબ્રિટી જેવી જિંદગી જરૂર માણી શકો છો. આવી જ સુવિધા હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. જેનું નામ છે બુક માય જેટ (BookMyJet). આ ભારતની પહેલી ટેક્નોલોજી એપ છે, કે જેની મદદથી તમે પારદર્શકતાથી અને સરળ રીતે પ્રાઇવેટ એયરક્રાફ્ટ એટલે કે પ્લેન અને હેલિકૉપ્ટરનું બુકિંગ કરાવી શકો છો.
17 જૂન, 2021ના રોજ એવિએશન ક્ષેત્રના અનુભવી સંતોષ શર્મા અને અજુકા મહાજને આ સાહસની શરૂઆત કરી. સંતોષ શર્મા આ વિશે કહે છે કે, છેલ્લા સાત-આઠ વર્ષમાં દિલ્લી, મુંબઈ, પૂણે, અમદાવાદ, ચેન્નઇ, બેંગલુરુ અને કોલકાતાના ઘણાં કોર્પોરેટ ગૃહો તેમજ ઉદ્યોગપતિઓએ ખાનગી જેટ ખરીદ્યા છે. તેમને જ્યારે જરૂર ન હોય ત્યારે તેને ભાડે પણ આપતા હોય છે. આવા વિમાનો અને હેલિકોપ્ટર્સનો ઉપયોગ અમે કરીએ છીએ. ખાસ કરીને ટાયર-2 અને ટાયર-3 શહેરો જેવા કે, ભોપાલ, ઇંદોર, રાયપુર, ચંદીગઢ, લુધિયાણા, રાજકોટ, વડોદરા, મદુરાઇ, ભુવનેશ્વર, સુરત, રાંચી સહિતના શહેરોમાં ચાર્ટર પ્લેનની માગ વધુ રહેતી હોવાથી આ સુવિધા વિસ્તરી રહી છે.
આ પ્રાઇવેટ જેટ કયા સમયે કયા સ્થળે ઉપલબ્ધ છે અને કેટલા સમય સુધી ઉપલબ્ધ છે તેની માહિતી એપ પર રીયલ ટાઈમ પર મળી રહે છે. આ ઉપરાંત વિમાનની ટેક્નિકલ માહિતી, તેની સિટિંગ કેપેસિટી, એન્જિન, ક્રૂ સહિતની વિગતો પણ BookMyJet એપ પરથી મળી રહે છે. આ સુવિધાના કારણે સમય અને પૈસાની બચત થાય છે. વર્ષના 365 દિવસ અને 24 કલાક માટે કોઈ પણ વ્યક્તિ એપ પર ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકે છે. બુકિંગ કરાવ્યાના માત્ર બે કલાકમાં તેમને વિમાન ભાડે મળી જશે. હાલ ફિલ્મ સ્ટાર્સ, બિઝનેસમેન, ક્રિકેટર્સ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. સંતોષ શર્માનો દાવો છે કે આગામી સમયમાં સામાન્ય વ્યક્તિને પણ પોષાય તેવી કિંમતે આ સુવિધા ઉપલબ્ધ થશે. જેથી લગ્નની જાન, બિઝનેસ ટ્રીપ કે પછી દર્દીને તાત્કાલિક અન્ય શહેરમાં લઈ જવા માટે સરળતા રહે.