શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠામાં દારૂ વેચી રહેલા બુટલોગરોએ ધોકાથી યુવકની જાહેરમાં કરી ધોલાઈ, જુઓ વીડિયો
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડામાં દારૂ વેચવા મામલે ઠપકો આપવા જતાં બુટલેગરોએ એક યુવકને ઝાડ સાથે બાંધી જાહેરમાં ઢોર માર માર્યો હતો
પાલનપુર: હાલ સમગ્ર ગુજરાતમાં પ્રોહીબિશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડામાં દારૂ વેચવા મામલે ઠપકો આપવા જતાં બુટલેગરોએ એક યુવકને ઝાડ સાથે બાંધી જાહેરમાં ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ તેનો વીડિયો પણ વાયરલ કરતા શિહોરી પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે એક યુવકને ઝાડ સાથે બાંધીને જાહેરમાં ઢોર માર મરાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં અરણીવાડા ગામે રહેતા અને મજુરી કરતા પરમાર રાકેશભાઈ બચુભાઈ તેમના આંગણવાડી કેન્દ્ર પાસે આવેલ દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આંગણવાડીમાં કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂનો વેપાર કરતાં હતાં.
ત્યારે રાકેશભાઈએ ઠાકોરને કહ્યું કે, તમે અહિયાં દારૂ કેમ વેચો છો. જેથી બુટલેગર યુવકને તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યાર બાદ ગડદાપાટુનો માર મારી તેને ઝાડ સાથે બાંધી જાહેરામાં ધોકા લાકડી વડે ઢોર માર માર્યો હતો. જ્યારે ખિસ્સામાં રહેલા રૂપિયા 15,000 રોકડા અને સેમસંગ કંપનીનો મોબાઈલ પણ લૂંટી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement