![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sabarkantha: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, બે શ્રમિકોના દટાઈ જતા મોત
હિંમતનગર શહેર નજીક આવેલ સવગઢ ગામે મોટી દુર્ઘટના બની છે. ગામમાં ચાલી રહેલ મકાનના કામ દરમિયાન મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો.
![Sabarkantha: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, બે શ્રમિકોના દટાઈ જતા મોત Building Slab collapsed village of Himmatnagar 2 laborers died Sabarkantha: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, બે શ્રમિકોના દટાઈ જતા મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/03/6ace04a68746a0873b4dc79da3a24c32170947108436178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સાબરકાંઠા: હિંમતનગર શહેર નજીક આવેલ સવગઢ ગામે મોટી દુર્ઘટના બની છે. ગામમાં ચાલી રહેલ મકાનના કામ દરમિયાન મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં બે શ્રમિકો દટાયા હતા. બંને શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
હિંમતનગર ફાયર વિભાગ દ્વારા દટાયેલા બંને શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક શ્રમિકોને પોસ્ટ મોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો પણ ઉમટી પડ્યા હતા. ક્રેનની મદદ વડે સ્લેબ ઊંચકી બંને શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે.
સુરતના અડાજણમાં સિગારેટ પીવા બાબતે તકરાર બાદ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
સુરતના અડાજણ વિસ્તારમાં ચાઇનીઝનું પાર્સલ આપવા માટે ગયેલા બે મિત્રો પર ત્રણ જેટલા શખ્સોએ સિગારેટ પીવા બાબતે થયેલ તકરારમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી એક મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઇ છે. માત્ર સિગારેટ પીવા બાબતે થયેલ સામાન્ય બોલાચાલ બાદ યુવકની હત્યા કેસમાં અડાજણ પોલીસે બે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મળી કુલ ત્રણ હત્યારઓની ધરપકડ કરી છે. આગળની તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સિગારેટ પીવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો
સુરતના અડાજણ સ્થિત શુભ લક્ષ્મી હાઈટ્સની પાસે આવેલા મહાદેવનગર કોલોની નજીક બીજી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમય દરમિયાન જીતુ કાલીયા પ્રધાન નામના યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. અડાજણ પોલીસ મથકના એસીપી બી.એમ.ચૌધરીના જણાવ્યા અનુસાર, બીજી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે જીતુ કાલીયા પ્રધાન અને તેનો મિત્ર સુનિલ વસાવા ચાઈનીઝનું પાર્સલ લઇ વિશાલ વસાવાને આપવા માટે ગયા હતા. જે દરમિયાન વિશાલ વસાવા અને જીતુ કાલીયા પ્રધાન સિગારેટ પીવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો
આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જીતુ કાલીયા પ્રધાન પર આરોપી વિશાલ વસાવા અને તેની સાથેના મિત્રો વિકાસ દિનેશ નાયકા, યસ ઉર્ફે ગોટુ મુકેશ જાદવે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા જીતુ કાલીયા પ્રધાન અને તેના મિત્ર સુનિલ વસાવા પર ચપ્પુ વડે હુમલો કરતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ હુમલાની આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં વિશાલ વસાવાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)