શોધખોળ કરો
અમરેલી જિલ્લામાં આવતીકાલથી દોડશે 50 બસો, જિલ્લા બહાર જશે માત્ર 2 બસ, જાણો વિગત
આવતીકાલથી અમરેલી જિલ્લામાં એસટી બસો શરૂ થશે. અમરેલી ડિવિઝનની કુલ 50 બસો અમરેલી જિલ્લામાં જ દોડશે.

અમરેલી: આવતીકાલથી અમરેલી જિલ્લામાં એસટી બસો શરૂ થશે. અમરેલી ડિવિઝનની કુલ 50 બસો અમરેલી જિલ્લામાં જ દોડશે. આંતર જિલ્લા બહારની ફક્ત બે જ બસો દોડશે. અમરેલીથી વેરાવળ અને અમરેલીથી બોટાદ આમ બે જિલ્લામાં બસ ચાલશે. બસમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન બુકીંગ કરાવવાનું રહેશે. માસ્ક પહેરલા મુસાફરને જ એસટી બસમાં બેસવા દેવામાં આવશે. સેનેટરાઈઝ ગનથી તપસ્યા બાદ બસમાં મુસાફરી કરી શકાશે. અમરેલી જિલ્લામાં જ 50 બસો તાલુકા વાઇઝ ચાલશે. એસટી વિભાગના નાયબ નિયામક વિમલ નથવાણીએ આ અંગે માહિતી આપી હતી.
વધુ વાંચો





















