ST બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત, કંડક્ટર અને પેસેન્જરના મોત
ખેડાના કપડવંજ મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ,ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે.

ST Bus Accident : ખેડાના કપડવંજ મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ,ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે. અકસ્માતમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત થયું છે. જ્યારે આ અકસ્માતમાં અન્ય આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એસટી બસ બાયડથી કપડવંજ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. ઘટનાને પગલે મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કંડક્ટર અને પેસેન્જરનું મોત થયું
કપડવંજ મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં કંડક્ટર અને પેસેન્જરનું મોત થયું છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો.
આ અકસ્માતની ઘટનાને લઈ 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે કહ્યું હતું કે, આ અકસ્માતમાં બે લોકોના મોત છે, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો છે.
અમરેલી જિલ્લામાં અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા
અમરેલી જિલ્લામાં પણ બે દિવસ પહેલા અકસ્માતની ઘટના બની હતી. સાવરકુંડલા મહુવા રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કિઆ ફોરવ્હીલ કારના ચાલકે બે બાઇક ચાલકોને હડફેટે લેતા બાઇક પર સવાર પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બાદમાં એક બાળકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, કિઆ કારના ચાલકે પૂરપાટ ઝડપે આવીને બે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તરત જ સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને પ્રથમ સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.





















