શોધખોળ કરો
C.R. પાટિલે ભાજપ સંગઠનમાં કરી મહત્વના હોદ્દા પર નિમણૂકો, જાણો કોને બનાવ્યા પ્રવક્તા ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ હોદ્દેદારોની નિમણૂક કરી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે મહત્વના પદ પર નિમણૂક કરી છે.

તસવીર ટ્વિટર
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ હોદ્દેદારોની નિમણૂક કરી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે મહત્વના પદ પર નિમણૂક કરી છે. ભાજપના હોદ્દેદારો અને સરકારના મંત્રીઓને એક-એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ પર ચૂંટણી જીતાડવાની જવાબદારી છે. સ્થાનિક સ્વારાજની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય પ્રદેશ પ્રવક્તા તરીકે ભરતભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય ડૉ કિરીટભાઈ સોલંકી, બિજલબેન પટેલ, મહેશભાઈ કસવાલા અને ભરતભાઈ ડાંગરની પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સ્થાનિક સ્વારાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઝોન પ્રમાણે પ્રવક્તાઓની નિમણૂકો કરાઈ છે તેમાં દક્ષિણ ઝોનમાં હર્ષ સંઘવી, મધ્ય ઝોનમાં કેયુરભાઈ રોકડીયા, ઉત્તર ઝોનમાં રજની પટેલ, કચ્છ પંકજ મહેતા અને સૌરાષ્ટ્ર ઝોનમાં રાજુભાઈ ધ્રુવની નિમણૂક કરવામાં આવી છે.
સ્થાનિક સ્વારાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઝોન પ્રમાણે પ્રવક્તાઓની નિમણૂકો કરાઈ છે તેમાં દક્ષિણ ઝોનમાં હર્ષ સંઘવી, મધ્ય ઝોનમાં કેયુરભાઈ રોકડીયા, ઉત્તર ઝોનમાં રજની પટેલ, કચ્છ પંકજ મહેતા અને સૌરાષ્ટ્ર ઝોનમાં રાજુભાઈ ધ્રુવની નિમણૂક કરવામાં આવી છે. વધુ વાંચો





















