શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
C.R. પાટીલ દિલ્હીની મુલાકાતે, સંગઠનમાં નવી નિમણૂકોની અટકળો તેજ, જાણો શું છે એજન્ડા ?
આ મુલાકાત દરમિયાન સી. આર. પાટીલ દિલ્હી ખાતે કેન્દ્રીય નેતાઓને મળે તેવી શક્યતા છે.
અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ બે દિવસ માટે દિલ્હી જઈ રહ્યાં છે તેના કારણે રાજ્યના સંગઠનમાં નિમણૂકોનો દોર શરૂ થશે એવી અટકળો તેજ બની ગઇ છે. પાટીલ પોતાની નવી ટીમ અંગે ભાજપ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે એવી ચર્ચા ચાલી રહી છે. અલબત્ત સત્તાવાર રીતે સી. આર. પાટીલ લોકસભાની હાઉસિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઇ રહ્યાં છે. પાટીલ લોકસભાની હાઉસિંગ કમિટિના ચેરમેન હોવાથી આ બેઠકમાં ભાગ લેવા જશે.
આ મુલાકાત દરમિયાન સી. આર. પાટીલ દિલ્હી ખાતે કેન્દ્રીય નેતાઓને મળે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફારને લઇને ચર્ચા કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે હાલમાં જ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે આકરા વલણનો પરચો આપીને કાર્યકરો તથા નેતાઓને પક્ષ માટે પૂરી તાકાતથી કામે લાગવા કહ્યું હતું. પાટીલે ગઇકાલે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરનારા 38 નગરપાલિકા સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. મેન્ડેટનો અનાદર કરનારા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ થયેલા સભ્યોએ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કર્યો હતો. ભાજપ દ્વારા ઉપલેટામાં 14, રાપરમાં 13, હારીજમાં 4, ખેડબ્રહ્મામાં 2, થરાદમાં 3 અને તળાજામાં 2 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion