શોધખોળ કરો
Advertisement
મોરબી: ખાખરેચી ગામ નજીક કન્ટેનર કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો, 3 લોકોના મોત
મોરબીના ખાખરેચી ગામ નજીક કન્ટેનર કાર પર પડવાના કારણે કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત થયા છે.
મોરબી: મોરબીના ખાખરેચી ગામ નજીક કન્ટેનર કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ટ્રેલરનો ડબ્બો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. ગંભીર અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થયા હતા.
બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી ત્રણેયના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત અનુસાર મોરબીના ખાખરેચી ગામ નજીક કન્ટેનર કાર પર પડવાના કારણે કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત થયા છે. તમામના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement