![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હોળીની રજામાં દીવ-દમણ જતા પહેલા ચેતજો, પ્રશાસને લીધો મોટો નિર્ણય
પ્રશાસને સ્થાનિક લોકોને સલાહ આપી છે કે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોની મુલાકાત બને ત્યાં સુધી ન લે.
![હોળીની રજામાં દીવ-દમણ જતા પહેલા ચેતજો, પ્રશાસને લીધો મોટો નિર્ણય Caution before going to Diu-Daman during the Holi holiday, the administration took a big decision હોળીની રજામાં દીવ-દમણ જતા પહેલા ચેતજો, પ્રશાસને લીધો મોટો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/20/cbdfee3cd3f15c8a64a43faf063b700a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ હોળીને આડે હવે માંડ સાતથી આઠ દિવસે છે અને ધૂળેટી સોમવારે આવતી હોય ઘણાં લોકો આ વીકેન્ડમાં બહાર ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો તેમના આ મોટા સમાચાર સામે આવ્યા છે. જો હોળીના તહેવાર પર તમે દિવ દમણ જવાનું વિચારો છો તો ચેતી જજો. કારણ કે પ્રશાસને દીવ દમણમાં શનિવાર અને રવીવારને લઈને મોટો નિર્ણય કર્યો છે.
દીવ, દમણ સેલવાસા પ્રશાસને શનિવાર અને રવિવારે, પાર્ક અને બીચ પર્યટકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે શનિવાર અને રવિવારે પર્યટોકને બીચ અને પાર્કમાં જવાની એન્ટ્રી નહીં મળે. એટલું જ નહીં પ્રશાસને આદેશ કર્યો છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને હોટલમાં પ્રવેશ આપતા પહેલા કોવિડ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે. રિપોર્ટ નેગેટિવ હશે તો જ હોટલમાં એન્ટ્રી મળશે. આ રિપોર્ટ 72 કલાક પહેલાનો હોવો જરૂરી છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આગામી આદેશ ન થાય ત્યાં સુધી વીકએન્ડ પર તમામ જાહેર સ્થળો બંધ રાખવામાં આવશે.
આ સાથે જ પ્રશાસને સ્થાનિક લોકોને સલાહ આપી છે કે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોની મુલાકાત બને ત્યાં સુધી ન લે. નોંધનીય છે કે, આ ત્રણે રાજ્યો એવા છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.
વિશ્વના સૌથી સમૃધ્ધ દેશમાં એક મહિનાનું લોકડાઉન, ઘરથી 10 કિમી દૂર જવા પર પણ પ્રતિબંધ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)