શોધખોળ કરો

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ

મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક થશે સરળ, બાયપાસમાં બનશે બે મોટા બ્રિજ અને એક રેલવે ઓવરબ્રિજ.

Idar-Badoli bypass project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના ૧૪ કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકારે ₹ ૭૦૫ કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. આ ફોર લેન બાયપાસ બનવાથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મહેસાણા તેમજ શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સરળ બનશે.

ગુજરાતને મળેલી આ ભેટ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને અંબાજી તેમજ રાજસ્થાન સાથેની કનેક્ટિવિટી પણ વધશે, જેનાથી મુસાફરી વધુ સલામત અને ઝડપી બનશે. મુખ્યમંત્રીએ ડબલ એન્જિન સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આનાથી રાજ્યમાં માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે.

નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાયપાસ સાબરકાંઠામાં નેશનલ હાઇવે-૧૬૮જી પર બનશે. આ હાઇવે મહેસાણાથી શરૂ થઈને વિસનગર, વડનગર, ખેરાલુ, ઇડર, બડોલી, ભીલોડા થઈને શામળાજી પાસે નેશનલ હાઇવે-૪૮ સુધી જાય છે. ઇડરમાંથી આ હાઇવે પસાર થતો હોવાથી શહેરમાં ભારે ટ્રાફિક રહે છે. આ ઉપરાંત, મહેસાણા અને શામળાજી તરફ જતા વાહનો માટે ઇડર એક મહત્વનું જંકશન છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ રોડને ચાર લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે.

આ ૧૪.૨ કિલોમીટરનો બાયપાસ મણિયોરથી શરૂ થઈને સાપાવાડા, લાલોડા, સવગઢ છાવણી, બુઢિયા અને વાંસડોલ થઈને બડોલી પાસે શામળાજી હાઇવેને જોડશે. આ બાયપાસમાં ૨ મોટા બ્રિજ, ૧ નાનો બ્રિજ, ૧ રેલવે ઓવરબ્રિજ (આર.ઓ.બી.) અને ૪ વ્હિકલ અંડરપાસ (વીયુપી) બનાવવામાં આવશે. મહેસાણાથી શામળાજી સુધીના ૧૬૮-જી નેશનલ હાઇવેનું નિર્માણ ત્રણ અલગ-અલગ પેકેજમાં ચાલી રહ્યું છે અને આ મંજૂરી બીજા પેકેજ એટલે કે ઇડર-બડોલી બાયપાસ માટે આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget