શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં મરઘાનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રશાસન દોડતું થયું, જાણો વિગતો
ગીર સોમનાથ જિલ્લામાં મરઘાનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રશાસન દોડતું થયુ છે. ઉનાના ચિખલીમાં દેશી મરઘાના મૃત્યુ થતા પશુપાલન વિભાગે સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલ્યા હતા.
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં મરઘાનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રશાસન દોડતું થયુ છે. ઉનાના ચિખલીમાં દેશી મરઘાના મૃત્યુ થતા પશુપાલન વિભાગે સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલ્યા હતા. હવે રાજ્યના 8 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.
ગીર સોમનાથ જિલ્લામાં 13 દિવસ પહેલા ઉનાના ચીખલી ગામે મુરઘીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો. તેમાંથી 13 મરઘીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ત્યારે હવે એકસાથે 13 કેસ આવવાથી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પશુપાલન વિભાગ પણ દોડતું થયું છે.
ઉનાના ચીખલી ગામે થોડા દિવસ પહેલા 18 મરધીઓના મોત થયા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં બર્ડ ફ્લૂની કોઈ દહેશત ન હોવાનું પશુપાલન વિભાગ દ્વારા કહેવાયું હતું. પરંતું અચાનક પક્ષીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જિલ્લા પશુપાલન અધિકારી ઉપરાંત જૂનાગઢથી ખાસ નાયબ નિયામક મોબાઈલ લેબોરેટરી સાથે ટીમ લઈ તાબડતોબ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને મૃત તેમજ બીમાર અને તંદુરસ્ત મરઘીઓના બ્લડ સેમ્પલ લઈ વિસ્તૃત પરીક્ષણ અર્થે ભોપાલ લેબ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement