શોધખોળ કરો

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર, 35 હજાર કરોડથી વધુ નવા રોકાણોનું લક્ષ્ય

ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની રાજ્ય સરકારે લક્ષ્ય રાખ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી હતી. ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની રાજ્ય સરકારે લક્ષ્ય રાખ્યું છે. મલ્ટીલેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ - લિથિયમ આયન સેલ - ડિસ્પ્લે એન્ડ કેમેરા મોડ્યુલ્સ – એસ.એમ.ડી. પેસિવ કોમ્પોનન્ટ્સ - ઇલેક્ટ્રો મિકેનીકલ પાર્ટ્સ અને તેના ઉત્પાદન માટે જરૂરી આવશ્યક વિશેષ મશીનરી સહિતના ઉદ્યોગોને રાજ્યમાં આકર્ષિત કરવા પોલિસીમાં અનેક પ્રોત્સાહનો જાહેર કરાયા છે. પોલિસીનો લાભ લેવા માટેની અરજી 31 જૂલાઇ 2025 સુધી કરી શકાશે

કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ (ECMS) સ્કીમ અંતર્ગત મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને  ગુજરાતમાં પ્રોજેક્ટ સ્થાપના માટે  કેન્દ્રીય સહાયની 100 ટકા સહાયતા પ્રાપ્ત થશે. કેન્દ્રીય મંત્રાલય માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટ્સને એક જ માન્યતાથી કેન્દ્ર-રાજ્યનો બેવડો સહાય પ્રોત્સાહન લાભ મળશે. MeitYની મંજૂરીથી વિતરણ સુધી ગુજરાત સરકારની ECMSનો લાભ પણ સમાંતર રીતે મળશે. ૩૦ દિવસમાં પ્રોત્સાહન સહાય ચૂકવી દેવાશે. ECMS અન્વયે ટર્નઓવર સાથે જોડાયેલા પ્રોત્સાહન 6 વર્ષ માટે પૂરા પાડવામાં આવશે. રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 35 હજાર કરોડ રૂપિયાથી વધુ નવા રોકાણો અને વધુને વધુ હાઈસ્કીલ્ડ એમ્પ્લોયમેન્ટનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાના લક્ષ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલિસીની વિશેષતા એ છે કે, કેન્દ્ર સરકારના MeitY દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત આવા એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે 100 ટકા સહાય પ્રોત્સાહન મળશે. એટલે કે, ગુજરાતમાં સ્થપાનારા આવા MeitY મંજૂરી મેળવેલા પ્રોજેક્ટસને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બેવડા પ્રોત્સાહન લાભ મળી શકશે.

આ પોલિસી કેન્દ્ર સરકારની ECMS પોલિસીને સુસંગત છે તેમજ 100 ટકા ટોપઅપ અનુસરણ કરીને સરળતાએ ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવાશે.  એટલું જ નહીં, MeitY દ્વારા એકવાર ECMS હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સને આપમેળે સમાન ગ્રાન્ટ - સહાયપાત્ર બનશે અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયા બાદ 30 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન સહાય ચૂકવી દેવાશે.

ગુજરાત દેશના ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબની પ્રતિષ્ઠા ધરાવતું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે ત્યારે હવે આ પોલિસીના પરિણામે અપસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળશે. આના પરિણામે આયાત નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થઈ શકશે. મુખ્યમંત્રીએ જાહેર કરેલી આ GECMS પોલિસીને પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઈલેટ્રોનિક્સ પાર્ટસ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિત આવશ્યક ઉદ્યોગો - એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળતું થશે.

આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ ઉદારતમ સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ 12.5 કરોડ સુધીની મેચિંગ સહાય મળવા પાત્ર થશે.  GECMS અંતર્ગત ટર્નઓવર લિંક્ડ ઇન્સેટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવાનો હેતું છે.

પાત્રતા

 ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી 31 જુલાઈ 2025 સુધીમાં કરવાની રહેશે. કેન્દ્ર સરકારના MeitY દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે. ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28 હેઠળ સહાય મળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.  આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28નો લાભ મળશે નહી.  પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે.  ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર 30 કાર્ય દિવસમાં સહાય ચૂકવશે.રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Whatsapp: નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
Embed widget