શોધખોળ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ સહાયમાં કર્યો માતબર વધારો 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.  નગર સેવાસદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીનો અભિગમ મુખ્યમંત્રીએ આ નિર્ણયમાં રાખ્યો છે.
 
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અપાતી આ સહાયની રકમ વધારો કરવાના નિર્ણય સાથોસાથ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.
 
આ ઉપરાંત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યાં છે.
 
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કરેલા નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂ. 2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
 
તદઅનુસાર ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 6 કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.
 
રાજ્યની ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પ્રવર્તમાન સ્થિતિએ નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 3 કરોડ મળવાપાત્ર થશે.
 
એટલું જ નહિ, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગરપાલિકાઓના હયાત નગર સેવાસદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન કરવા માટે જે-તે નગરપાલિકાઓને નવા નગરસેવાસદન બનાવવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ આ હેતુસર અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ ના ધોરણો મુજબ   અ વર્ગની  34 નગરપાલિકાઓ, બ  વર્ગ ની 37, ક વર્ગ ની 61 અને ડ વર્ગની 17 નગર પાલિકા છે.

હાલના નગર સેવાસદનમાં રિપેરીંગ કે એક્સપાન્શન માટે પણ સહાય અપાશે, નવા નિર્માણ થનારા સેવાસદન ભવનોમાં લિફ્ટની સુવિધા સાથે સોલાર સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની રેઈન વોટર સ્ટોરેજ સિસ્ટમ રાખવાની રહેશે.                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ

લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’

Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ

Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય

વિડિઓઝ

Surat Firing Case: સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા
Rajkot News: 'તગડો પગાર મળે છે લાંચ ન આપવી': રાજકોટમાં લાંચ ન આપવી તેવા અધિકારીએ લગાવ્યા પોસ્ટર
Vadodara news : વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં ફરી થયો હોબાળો
Surat news: ભાવનગરમાં પાટીદાર દંપતી પર થયેલા હુમલાના પડઘા સુરતમાં પડ્યા
Modasa Fire Tragedy: મોડાસા-અમદાવાદ રોડ પર બની કરુણ ઘટના, 3 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું

Gold Silver Price: એક ઝાટકે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણી લો 24, 22, 18 કેરેટનો લેટેસ્ટ ભાવ

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ આપ્યું મોટું નિવેદન,  માફી માંગતા કહ્યું કે....

રાજ્યભરમાં ઠંડીનું મોજુ,  સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી

Embed widget