Banaskantha: દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાયો, શ્વાસ રુંધાઈ જતા મોત, પરિવારમાં કલ્પાંત
બનાસકાંઠા જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનું મોત થયું છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનું મોત થયું છે. જન્મદિવસની પાર્ટીમાં બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. દિયોદર ગોકુળનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા મોત નીપજ્યુ હતું.
બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઇ જતા તેનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. શ્વાર રુંધાઈ જતા બાળકનું મોત નીપજ્યુ છે. આ બાળકને પહેલા તો સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઇ ગઈ હતી.
બનાસકાંઠાના દિયોદર ગોકુળ નગરમાં ઘર આંગણે રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો હતો. દોઢ વર્ષનો જેનીલ નામનો બાળક બર્થડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં ત્યાં રહેલા પૌવામાં રહેલો દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા શ્વાસ રુંધાતા તેને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેની તપાસ કરાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.