શોધખોળ કરો

Gujarat: કાળઝાળ ગરમીમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું, જાણો શું કાળજી રાખવી જોઈએ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.

ગાંધીનગર: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ભીષણ ગરમી પડશે. કાળઝાળ ગરમીમાં બાળકો,  સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે.  આવતીકાલથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે.  આજે રાજ્યના 16 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. 

અમદાવાદ,  કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,  કેશોદ   ડીસા, વલ્લભ વિદ્યાનગર   અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ   તમામ શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

11થી 16 મે સુધી સૌરાષ્‍ટ્રના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીના દિવસોમાં લુની અસરથી બચવા લોકોએ  હીટવેવ દરમિયાન બહાર નિકળવાનું ટાળવું જોઈએ.   શરીર અને માથું બરાબર રીતે ઢાંકીને રાખવા જોઈએ.  સફેદ અને ખુલ્લા કપડા પહેરવા જોઈએ. આ સાથે જ કાળઝાળ ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. 

હિટવેવ અને કાળઝાળ ગરમી દરમિયાન  નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધ અને  અશકત અને બિમાર વ્‍યકિતઓએ તડકામાં ખાસ  કાળજી રાખવી જોઈએ. સીધા સુર્યપ્રકાશથી બચવા માટે વારંવાર ઠંડા પીણા પીવા, લીંબુ સરબત,  છાસ અને નાળિયેરનું પાણી તેમજ ખાંડ મીઠાનું દ્વાવણ અને ઓ.આર.એસ. પીવાનું રાખવું જોઈએ.  

ગરમીમાં  બપોરે 2થી 4  વાગ્‍યા સુધીના સમય દરમિયાન ઘરેથી  બહાર નીકળવાનું ટાળવું જોઈએ.  ગરમીમાં માથાનો દુખાવો,શરીરનું તાપમાન વધી જવું,  તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, બેભાન થઇ જવું અને  લૂ લાગવાનાં મુખ્‍ય લક્ષણો છે. આ ગરમીમાં સ્વસ્થ રહેવા માટે કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્વાક્ષનું સરબત, રાત્રિ દરમિયાન કાળી દ્વાક્ષ સેવન કરવું જોઈએ. 

16 શહેરોમાં ગરમીનો  પારો 40 ડિગ્રીને પાર

હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં  સીવીયર હીટવેવ રહેશે. જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં હીટવેવ રહેશે.  આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં સીવીયર હીટવેવ રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતની વાત એ છે કે  આવતીકાલથી ગરમીમાં થોડો ઘટાડો થશે.  

હવામાન વિભાગના મતે પવનની દિશા બદલવાના કારણે આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે રાજ્યના 16 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે.  જે અમદાવાદ,  કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,  કેશોદ   ડીસા,   વલ્લભ વિદ્યાનગર   અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ   તમામ શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget