(Source: ECI/ABP News/ABP Majha)
Exam Paper Leak: પેપર લીક કાંડમાં આ શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર ભાસ્કરની ચૌધરી અને રિદ્ધિની ધરપકડ, જાણો શું છે કનેકશન
પેપરલીક કાંડમાં વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરી છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા
Exam Paper Leak:પેપરલીક કાંડમાં વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરી છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ઇન્સ્ટૂટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની એટીએસએ ધરપકડ કરી છે.વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજીના સંચાલક ભાસ્કર અને રિદ્ધીએ સાતથી દસ લાખ રુપિયામાં પેપરનો સોદો કરતા હોવાનો ખુલાસો થયો છે.
On the basis of the information received by the police, a suspect Isam was arrested and a copy of the question paper of the above examination was found from him. Criminal police action and further investigation is being done: Gujarat Panchayat Service Selection Board, Gandhinagar
— ANI (@ANI) January 29, 2023
વડોદરાની ક્લાસિસથી પેપર લીક થયાની શક્યતા
વડોદરા ખાતે આવેલા એક ક્લાસિસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી પેપર કેટલાક ઉમેદવારો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 10થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થતાં તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું, જુનિયર ક્લાર્કની પરીક્ષા રખાઇ મોકૂફ
ગાંધીનગર:રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાના અહેવાલ મળ્યાં છે. આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે
ઉલ્લેખનિય છે કે, કોરોનાના બે વર્ષ બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે. 29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.
લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.
રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે. Paper Leak News Live Update: ગજબ ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે: ઇસુદાન ગઢવી
ગજબ ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે ! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા પિતા ભરી ભરોસો કરીને 99 થી વધારીને 156 બેઠક જીતાડી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું
Paper Leak News Live Update: જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીકાંડમાં મોટા ખુલાસા
આજે લેવાવનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ થઇ છે. આ મામલે ઓડિશાના રહેવાસીની સંડોવણી સામે આવી છે. પોલીસે નાયક નામના શખ્સની ધરપકડ કરી છે. આ મામલે 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પેપર પરીક્ષાકેન્દ્ર પર પહોંચે તે પહેલા જ એટીએસ કાર્યવાહી કરી છે. પોલીસે તેની અટકાયત કરી છે તે શખ્સો પહેલા પણ આજ પ્રકારના ગુનામાં સંડોવેલા હોવાનું સામે આવ્યું છે
જુનિયર કલાર્ક પરીક્ષા પેપર લીક મામલે ખુલાસો
જુનિયર કલાર્ક પરીક્ષા મામલે કેટલાક ખૂલાસા થયા છે. પેપર લીક મામલે નાયક નામના વ્યક્તિની ધરપકડ કરનામાં આવી છે. પેપર લીક કાંડમાં બિહારી અને ઓડિશાના રહેવાસીની સંડોવણી હોવાની માહિતી મળી છે.
Paper Leak News Live Update: પેપર ફોડવાનું કૃત્ય ગુજરાત બહારની ગેંગે કર્યું: રાધિકા કચેરિયા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાધિક કચેરિયાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થયાના સમાચાર મળતાં જ પેપર રદ કરવાનો નિર્ણય લીઘો છે. મીડિયા દ્રારા જ્યારે સિસ્ટમ પર સવાલ ઉભા થયા તો સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું જણાવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હોવાનો મીડિયા સમક્ષ રાધિકા કચેરિયાએ ઉલ્લેખ કર્યો હતો.